Omicron: મહારાષ્ટ્રમાં વધુ 10 કેસ નોંધાયા, દેશના આટલા રાજ્યોમાં પહોંચ્યો ઓમિક્રોન
આ પહેલા સોમવારે મુંબઈમાં ઓમિક્રોન વેરિએન્ટના બે કેસ સામે આવ્યા હતા. મહારાષ્ટ્રમાં આ વેરિએન્ટથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા હવે 20 થઈ ગઈ છે.
નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યાં છે. મંગળવારે મહારાષ્ટ્રના પુણે શહેરમાં ઓમિક્રોનના વધુ 10 કેસ સામે આવ્યા છે. પુણેના એક અધિકારીએ જામકારી આપી કે એરપોર્ટ પર લગભગ 30 હજાર યાત્રિકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી 10 લોકોમાં ઓમિક્રોનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ પહેલા સોમવારે મુંબઈમાં ઓમિક્રોન વેરિએન્ટના બે કેસ સામે આવ્યા હતા. મહારાષ્ટ્રમાં આ વેરિએન્ટથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા હવે 20 થઈ ગઈ છે. દેશભરમાં ઓમિક્રોનથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા 33 થઈ ગઈ છે, જેમાં મહારાષ્ટ્રમાં 20, રાજસ્થાનમાં 9, દિલ્હીમાં 1, ગુજરાતમાં 1 અને કર્ણાટકમાં બે કેસ સામે આવી ચુક્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાંકોરોનાના સાડા છ હજારથી વધુ કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 220 સંક્રમિતોના મૃત્યુ થયા છે.
આ પણ વાંચોઃ ઓમિક્રોનથી સંક્રમિત થનારા ડોક્ટરે પહેલાં વાયરસને આપી માત, હવે ફરી થયો કોરોના
કોરોનાના નવા વેરિએન્ટને લઈને મુંબઈ હાઈ એલર્ટ પર
આ વચ્ચે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અસલમ શેખે જણાવ્યુ કે, મુંબઈને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. જે લોકો બહારથી આવી રહ્યાં છે તેને ક્વોરેન્ટાઈન કરવા માટે કોવિડ સેન્ટર તૈયાર કરવામાં આવી રહ્યાં છે. સાતે 20 હોટલ પણ છે જે ત્યાં રહી શકે છે. તમામ હોસ્પિટલો અને કોવિડ સેન્ટરોમાં પણ ઓક્સીજનની વ્યવસ્થા કરવામાં આવી છે.
મહાનગર પાલિકાએ કરી પુષ્ટિ
બેંગલુરૂ મહાનગરપાલિકાના એક અધિકારીએ ડોક્ટરના બીજીવાર કોરોના સંક્રમિત થવાની પુષ્ટિ કરી છે. અધિકારીએ કહ્યુ કે તે સત્ય છે કે ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત થયેલા ડોક્ટર ફરી કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. નામ ન જણાવવાની શરત પર અધિકારીએ કહ્યું કે, ડોક્ટરને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તેનામાં કોરોના સંક્રમણના હળવા લક્ષણ છે.
આ પણ વાંચોઃ Omicron: બાળકોમાં આ 5 લક્ષણોને ન કરો નજરઅંદાજ, તત્કાલ કરાવો ટેસ્ટ
આઈસોલેશન નિયમો તોડવા પર કેસ દાખલ
બેંગલુરૂ પોલીસના અધિકારીઓએ જાણકારી આપ્યા વગર દેશની બહાર જવા પર દક્ષિણ આફ્રિકી નાગરિક વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. ગુજરાતી મૂળનો દક્ષિણ આફ્રિકી વ્યક્તિ અહીં આઇસોલેશનમાં હતો. તે સૂચના આપ્યા વગર દુબઈ રવાના થઈ ગયો. સ્વાસ્થ્ય અધિકારીઓને જાણ કર્યા વગર સંક્રમિત વ્યક્તિને જવા દેવાને કારણે અહીંની એક 5 સ્ટાર હોટલના મેનેજર અને કર્મચારીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube