Omicron In Bengluru: ઓમિક્રોનથી સંક્રમિત થનારા ડોક્ટરે પહેલાં વાયરસને આપી માત, હવે ફરી થયો કોરોના
કોરોના વાયરસનો નવો વેરિએન્ટ ઓમિક્રોન કેટલો ખતરનાક છે, તેના પર હજુ રિસર્ચ થઈ રહ્યું છે. પરંતુ દેશમાં તેનાથી સંક્રમિત થયા બાદ બીજીવાર કોરોના પોઝિટિવ થવાના કેસે તમામ નિષ્ણાંતોને ચોંકાવી દીધા છે.
Trending Photos
બેંગલુરૂઃ કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનના ખતરાએ એકવાર ફરી વિશ્વને ચિંતિત કરી દીધુ છે. મુંબઈમાં સોમવારે સામે આવેલા બે દર્દીઓએ પહેલાં ફાઇઝરની વેક્સીન લીધી હતી, તેમ છતાં પણ તે સંક્રમિત થયા છે. તો બેંગલુરૂમાં સૌથી પહેલા આવેલા બે કેસમાં એક ડોક્ટર બીજીવાર કોરોનાથી સંક્રમિત થવાની જાણકારી સામે આવી રહી છે. આ કોરોના વાયરસના નવા પ્રભાવને દર્શાવે છે.
શહેરના ડોક્ટર વિશે કહેવામાં આવી રહ્યું હતું કે તેમણે ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત થયા બાદ તેને કથિત રીતે હરાવી દીધો હતો. તેમના કોરોના નેગેટિવ થવાની માહિતી સામે આવી હતી. પરંતુ એકવાર ફરી તેનામાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા. ડોક્ટરની તપાસ કરવામાં આવી અને તેઓ ફરી કોરોના સંક્રમિત આવ્યા છે. આ ડોક્ટર ભારતમાં ઓમિક્રોનથી સંક્રમિત પ્રથમ બે લોકોમાં એક છે.
મહાનગર પાલિકાએ કરી પુષ્ટિ
બેંગલુરૂ મહાનગરપાલિકાના એક અધિકારીએ ડોક્ટરના બીજીવાર કોરોના સંક્રમિત થવાની પુષ્ટિ કરી છે. અધિકારીએ કહ્યુ કે તે સત્ય છે કે ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત થયેલા ડોક્ટર ફરી કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. નામ ન જણાવવાની શરત પર અધિકારીએ કહ્યું કે, ડોક્ટરને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તેનામાં કોરોના સંક્રમણના હળવા લક્ષણ છે.
આઈસોલેશન નિયમો તોડવા પર કેસ દાખલ
બેંગલુરૂ પોલીસના અધિકારીઓએ જાણકારી આપ્યા વગર દેશની બહાર જવા પર દક્ષિણ આફ્રિકી નાગરિક વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. ગુજરાતી મૂળનો દક્ષિણ આફ્રિકી વ્યક્તિ અહીં આઇસોલેશનમાં હતો. તે સૂચના આપ્યા વગર દુબઈ રવાના થઈ ગયો. સ્વાસ્થ્ય અધિકારીઓને જાણ કર્યા વગર સંક્રમિત વ્યક્તિને જવા દેવાને કારણે અહીંની એક 5 સ્ટાર હોટલના મેનેજર અને કર્મચારીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે