નવી દિલ્હી: ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટ મુજબ જમ્મુ અને કાશ્મીરમાં થનારી લોકસભા ચૂંટણી 2019 પર આતંકી હુમલાનો ખતરો તોળાઈ રહ્યો છે. રિપોર્ટ મુજબ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈએ આ ચૂંટણીને નિષ્ફળ કરવા માટે લશ્કર એ તૈયબા, જૈશના આતંકીઓની અનેક ટીમો બનાવી છે. જે પોલીંગ બૂથ અને ચૂંટણીમાં ભાગ લેનારા ઉમેદવારોને નિશાન બનાવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુપ્તચર એજન્સીઓને એવી આશંકા છે કે આઈએસઆઈ કાશ્મીર ઘાટીમાં હાજર રહેલા આતંકીઓને એક્સપ્લોસિવની જાણકારી આપવા માટે અફઘાનિસ્તાનથી એક આતંકીને કાશ્મીરમાં ઘૂસાડવાની તૈયારીમાં છે. ગુપ્તચર એજન્સીના રિપોર્ટ મુજબ આઈએસઆઈએ આતંકીઓની 3 ટીમો બનાવી છે. જેમને ઈલેક્શનની ડ્યૂટીમાં લાગેલા સેનાના જવાનો અને સુરક્ષાદળોના કાફલા પર હુમલો કરવાનું જણાવાયું છે. 


વાયનાડથી ચૂંટણીના મેદાનમાં ઉતરીને રાહુલે કરી મોટી ભૂલ?, કોંગ્રેસની રણનીતિ પર ઉઠ્યા સવાલ 


જમ્મુ અને કાશ્મીરમાં લોકસભા ચૂંટણી બાદ વિધાનસભાની ચૂંટણી પણ કરાવવાની તૈયારીઓ થઈ રહી છે. ગૃહમંત્રાલય અને ચૂંટણી પંચ વચ્ચે થયેલી બેઠકમાં એવો નિર્ણય લેવાયો છે કે સરકાર ચૂંટણીમાં ભાગ લેનારા તમામ ઉમેદવારોની સાથે સાથે પોલીંગ બૂથો માટે પર્યાપ્ત સુરક્ષા ઉપલબ્ધ કરાવશે. આ માટે કેન્દ્ર સરકાર કાશ્મીરમાં અર્ધસૈનિક દળોની લગભગ 800 ટુકડીઓ મોકલશે. 


મળતી માહિતી મુજબ જમ્મુ અને કાશ્મીરમાં થનારી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ પર આતંકી હુમલાનું જોખમ સૌથી વધારે છે. પાકિસ્તાન કોઈ પણ ભોગે કાશ્મીરની ચૂંટણીઓ સફળ થવા દેવા માંગતુ નથી. કેન્દ્રીય સુરક્ષામાં તહેનાત એક અધિકારીના જણાવ્યાં મુજબ વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ ઉમેદવારોની સાથે સાથે પોલીંગ બૂથો ઉપર પર્યાપ્ત સુરક્ષા ઉપલબ્ધ કરાવવી એ પણ એક મોટુ ટાસ્ક છે. જેનાથી લોકો ડર્યા વગર અને સુરક્ષાના માહોલમાં મતદાન કરી શકે. 


ચૂંટણી પહેલા જ UPમાં મહાગઠબંધનને મોટો ફટકો, 'આ' પાર્ટીએ ભાજપ સાથે મિલાવ્યાં હાથ


સૂત્રોના જણાવ્યાં મુજબ જો જૂન મહિનામાં વિધાનસભા ચૂંટણી કરાવવાનો નિર્ણય લેવાય તો તે માટે લગભગ 11000 પોલીંગ બૂથની સાથે સાથે 900 જેટલા અલગ અલગ પક્ષોના ઉમેદવારની સુરક્ષા પણ ચુસ્ત કરવાની રહેશે. પુલવામામાં થયેલા આતંકી હુમલા અને  ત્યારબાદ બાલાકોટમાં થયેલી એર સ્ટ્રાઈકથી પાકિસ્તાન હતપ્રત છે. પાકિસ્તાન આ દરમિયામ ચૂંટણીને નિષ્ફળ કરવા માટે મોટું ષડયંત્ર રચી શકે છે. ગત વખતે પંચાયત ચૂંટણીમાં પણ આતંકી જૂથોએ ચૂંટણીમાં ભાગ લેનારા ઉમેદવારોને ધમકી આપી હતી અને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું. 


જુઓ LIVE TV


કેન્દ્રીય મંત્રી ગડકરીનો દાવો, 'લોકસભા ચૂંટણી 2019માં 2014 કરતા પણ વધુ બેઠકો જીતીશું'


ભારતીય ગુપ્તચર એજન્સીઓના હાથ લાગેલા મજબુત અને વિશ્વસનીય ઈનપુટ્સથી માલુમ પડે છે કે આતંકીઓ ચૂંટણી દરમિયાન મોટા આતંકી હુમલાને અંજામ આપવાની કોશિશમાં છે. હુમલો જમ્મુ અને કાશ્મીરમાં થઈ શકે છે. આ હુમલા માટે વિદેશી આતંકીઓની 3 ટીમ તૈયાર કરાઈ છે. ટીમોમાં સ્થાનિક આતંકીઓ પણ સામેલ કરાયા છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...