નવી દિલ્હી : ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને સેંકડો આતંકીઓને ઠાર માર્યા છે. ભારતના 12 મિરાજ 2000 ફાઈટર વિમાનોએ બાલાકોટમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદની સૌથી મોટી છાવણીને નષ્ટ કરી દીધી છે. આ હુમલામાં જૈશ-એ-મોહંમદનો વડો મસૂદ અઝહર તો બચી ગયો છે, પરંતુ તેનો સાળો મૌલાના યુસુફ અઝહર માર્યા ગયાના સમાચાર મળ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સર્જિકલ સ્ટ્રાઈક-2 બાદ કચ્છમાં મળ્યું પાકિસ્તાની ડ્રોન, ગુજરાતની સરહદો પર એલર્ટ


મૌલાના યુસુફ માર્યો ગયો
એરફોર્સના હુમલામાં જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદનો સાળો યુસુફ અઝહર ઉર્ફે ઉસ્તાદ ઘૌરી પણ માર્યો ગયો છે. જે ભારતીય સેના માટે મોટી સફળતા કહી શકાય. મસૂદ અઝહરનો સાળો આતંકી કેમ્પનું સંચાલન કરતો હતો. બાલાકોટ આતંકી કેમ્પમાં મોટી સંખ્યામાં જૈશના આતંકીઓ, ટ્રેઈનર્સ અને કમાન્ડર માર્યા ગયા છે. આ કેમ્પ મૌલાના યુસફ અઝહર ઉર્ફે ઉસ્તાદ ઘૌરી ચલાવતો હતો. યુસુફ અઝહર 1999માં ફ્લાઈટ C-814ના અપહરણ બાદ વોન્ટેડ હતો. કંધહાર કાંડ બાદ આતંકી મસૂદ અઝહરે ભારતને મુક્ત કર્યો હતો. બાલાકોટના આતંકી કેમ્પની જવાબદારી યુસુફ અઝહરની પાસે જ હતી. 


ભારતે હુમલો કર્યાનો ખુદ પાકિસ્તાને આ Photosથી આપ્યો પુરાવો 


મસૂદ અઝહરને સલામત સ્થળે ખસેડાયો
પુલવામા આતંકી હુમલા બાદ પાકિસ્તાની ગુપ્ત એજન્સીઓએ ISISનાં જૈશ-એ-મોહમ્મદનાં આકા મસૂદ અઝહરને 'સેફ ઝોન'માં સંતાડી દીધો હોવાના સમાચાર છે. ગુપ્ત સૂત્રો પ્રમાણે, અઝહરને 17-18 ફેબ્રુઆરી એટલે કે પુલવામા હુમલા પછી રાવલપિંડીથી બહાવલપુરની નજીક કોટઘાની મોકલી દેવાયો છે. ISIએ તેની સુરક્ષા પણ વધારી દીધી છે. પુલવામામાં જ્યારે હુમલો થયો ત્યારે અઝહર રાવલપિંડીમાં સેનાનાં હોસ્પિટલમાં દાખલ હતો. તેને 17-18 ફેબ્રુઆરીએ કોટઘાની મોકલી દેવાયો હતો. 


ભારત વિરુદ્ધ ઝેર ઓકતા મસૂદ અઝહરની કમર તોડી નાખી ભારતીય વાયુસેનાએ, ખાસ વાંચો અહેવાલ 


ભારતના વિદેશ સચિવ વિજય ગોખલેએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, ભારતે એક નોન-મિલીટરી એક્શન અંતર્ગત આતંકીઓના કેમ્પને ધ્વસ્ત કર્યું છે. સ્થાનિક નાગરિકોને કોઈ નુકસાન ન પહોંચે તે માટે થઈને જ આ લક્ષ્યને પસંદ કરવામાં આવ્યાં હતા. આ કેમ્પ એક જંગલમાં હતો. જેના પર વાયુસેનાએ એર સ્ટ્રાઈક કરી હતી. 


પુલવામા આતંકી હુમલામાં 40 જવાનો શહીદ થયા બાદ વડાપ્રધાન પીએમ મોદીએ સેનાને છુટ્ટો દોર આપ્યો હતો, જેના બાદ તરત જ સેનાએ આ એક્શન પ્લાન બનાવ્યો હતો. 


વાયુસેનાએ બતાવેલી એર સર્જિકલ સ્ટ્રાઈક-2ની બહાદુરીના સમાચાર વાંચો એક ક્લિક પર...