ભારતે હુમલો કર્યાનો ખુદ પાકિસ્તાને આ Photosથી આપ્યો પુરાવો

 ભારતીય વાયુસેનાએ પુલવામા હુમલા બાદ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય વાયુ સેનાએ પોતાના ફાઈટર પ્લેન મિરાજ 200થી એલઓસીના પાર જૈશ-એ-મોહંમદના આતંકી કેમ્પ પર અનેક બોમ્બ ઝીંક્યા છે. મંગળવારની સવારે પાકિસ્તાને ભારતીય વાયુ સેના પર એલઓસી રેખા પાર કરવાનો આરોપ લગાવ્યો છે.

નવી દિલ્હી : ભારતીય વાયુસેનાએ પુલવામા હુમલા બાદ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય વાયુ સેનાએ પોતાના ફાઈટર પ્લેન મિરાજ 200થી એલઓસીના પાર જૈશ-એ-મોહંમદના આતંકી કેમ્પ પર અનેક બોમ્બ ઝીંક્યા છે. મંગળવારની સવારે પાકિસ્તાને ભારતીય વાયુ સેના પર એલઓસી રેખા પાર કરવાનો આરોપ લગાવ્યો છે.
 

સવારે 3.30 કલાકે થઈ સર્જિકલ સ્ટ્રાઈક

1/4
image

ભારતીય વાયુસેનાએ આ સર્જિકલ સ્ટ્રાઈક આજે સવારે 3.30 કલાકે કરી છે. ભારતીય વાયુસેનાએ જૈશ-એ-મોહંમદના અનેક સ્થાનો તબાહ કરી દીધા છે. (તમામ ફોટો સાભાર @OfficialDGISPR)

 

ભારતીય વાયુસેના પીઓકેમાં દાખલ થઈ

2/4
image

પાકિસ્તાને સેનાએ સ્વીકાર્યું છે કે, ભારતીય વાયુસેના પીઓકેમાં દાખલ થઈ છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફુરે દાવો કર્યો છે કે, ભારતીય વાયુસેનાના વિમાનોએ લાઈન ઓફ કન્ટ્રોલનું ઉલ્લંઘન કર્યું છે.

કોઈ જાનહાનિના સમાચાર નહિ

3/4
image

ગફૂરે આ હુમલાની તબાહીની તસવીરો પણ શેર કરી છે. જેનાથી અંદાજ લગાવી શકાય છે કે, વાયુસેનાએ કેવી રીતે તબાહી મચાવી હશે. પાકિસ્તાને ખુદ એરફોર્સની કાર્યવાહની તસવીરો શેર કરી છે.

પીએમ મોદીએ મોટી કાર્યવાહીનો આપ્યો હતો ભરોસો

4/4
image

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ પુલવામા હુમલાના 24 કલાકની અંદર મોટી કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો. પુલવામા હુમલા બાદ આ કાર્યવાહીને પાકિસ્તાને સ્વીકાર કર્યો છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, વાયુસેનાના આ હુમલામાં 200થી 300 આતંકી માર્યા ગયા હોવાનું કહેવાય છે.