સર્જિકલ સ્ટ્રાઈક-2 બાદ કચ્છમાં મળ્યું પાકિસ્તાની ડ્રોન, ગુજરાતની સરહદો પર એલર્ટ
આજે ભારતીય વાયુસેનાએ બહાદુરી બતાવીને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં એર સ્ટ્રાઈક કરી છે. પાકિસ્તાનના બાલાકોટ, ચકોટી અને મુઝફ્ફરાબાદ વિસ્તારોમાં જૈશ-એ-મોહંમદના આતંકી અડ્ડાને નષ્ટ કરીને 200થી 300 જેટલા આતંકીઓને માર્યા છે. ભારતે આ બીજી સર્જિકલ સ્ટ્રાઈક કરી છે, ત્યારે હવે પાકિસ્તાન તથા આતંકીઓ આ કાર્યવાહીથી ચૂપ બેસે તેવું લાગતુ નથી. તેથી ગુજરાતને અડીને આવેલી પાકિસ્તાનની બોર્ડર પર અગમચેતીના ભાગરૂપે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. વાયુ સેનાના હુમલા પર ગુજરાતના સીમાવર્તી બોર્ડર એલર્ટ જાહેર કરાયું છે. ગુજરાતની ત્રણેય સુરક્ષા પાંખોને ખડેપગે રહેવાનું કહી દેવાયું છે.
Trending Photos
ગુજરાત : આજે ભારતીય વાયુસેનાએ બહાદુરી બતાવીને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં એર સ્ટ્રાઈક કરી છે. પાકિસ્તાનના બાલાકોટ, ચકોટી અને મુઝફ્ફરાબાદ વિસ્તારોમાં જૈશ-એ-મોહંમદના આતંકી અડ્ડાને નષ્ટ કરીને 200થી 300 જેટલા આતંકીઓને માર્યા છે. ભારતે આ બીજી સર્જિકલ સ્ટ્રાઈક કરી છે, ત્યારે હવે પાકિસ્તાન તથા આતંકીઓ આ કાર્યવાહીથી ચૂપ બેસે તેવું લાગતુ નથી. તેથી ગુજરાતને અડીને આવેલી પાકિસ્તાનની બોર્ડર પર અગમચેતીના ભાગરૂપે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. વાયુ સેનાના હુમલા પર ગુજરાતના સીમાવર્તી બોર્ડર એલર્ટ જાહેર કરાયું છે. ગુજરાતની ત્રણેય સુરક્ષા પાંખોને ખડેપગે રહેવાનું કહી દેવાયું છે.
કચ્છ સરહદ પર ટેન્કનો કાફલો પહોંચ્યો
રાજ્ય પોલીસ વડાએ પાકિસ્તાન પર એરફોર્સની કાર્યવાહીને પગલે પોલીસ દળના તમામ એકમોને હાઇ એલર્ટ પર મૂક્યા છે. તો આ સ્ટ્રાઈકને પગલે પોલીસ ભવનમાં યોજાનાર કોન્ફરન્સ પણ રદ કરવામાં આવી છે. રાજ્યની સરહદી બોર્ડર પર ચુસ્ત બંદોબસ્તનો હુકમ છોડાયો છે. રાજ્ય બહારથી આવતા વાહનોની તપાસ તેજ કરવામાં આવી છે. હવાઈ હુમલા બાદ રાજ્યની તમામ સરહદો સીલ કરવામાં આવી છે. જેમાં શામળાજી-રતનપુર બોર્ડર પર પણ પોલીસ કાફલો તૈનાત કરાયો છે. તો બીજી તરફ, કચ્છ સરહદ પણ હાઈ એલર્ટ પર મૂકાઈ છે. સરહદ પર ગમે તે પરિસ્થિતને પહોંચી વળવા માટે સેનાને ખડેપગે કરાઈ છે. આ માટે ટેન્કનો કાફલો પણ સરહદ પર પહોંચી ગયો છે. તો બીજી તરફ સેનાના સૂત્રોનું કહેવું છે કે, સામે પાક પાકિસ્તાનની સરહદ પર પણ હેલિપેડ બનાવાયું છે.
પાકિસ્તાની ડ્રોન નષ્ટ કરાયું
કચ્છના અબડાસા બોર્ડર પર પાકિસ્તાની ડ્રોન આવ્યું હતું, જેને તોડી પાડવામાં આવ્યું હતું. આ ડ્રોન કયા ઈરાદાથી સરહદ પર મોકલાયું હતું તે વિશે હાલ બીએસએફ દ્વારા તપાસ કરવામાંં આવી રહી છે.
દરિયાઈ સીમાને સુરક્ષિત કરાઈ
પોરબંદરમાં નેવી અને કોસ્ટગાર્ડને એલર્ટ કરાયા છે. નેવી અને કોસ્ટગાર્ડની શીપોને એલર્ટ પર મૂકાઈ છે. તો સાથે જ નેવી અને કોસ્ટગાર્ડ એર એન્કલેવના વિમાનો કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર કરાઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે