J&K: સોપોરમાં CRPFની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકી હુમલામાં જવાન શહીદ અને 3 ઘાયલ
જમ્મુ અને કાશ્મીરના સોપોરમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકી હુમલો થયો છે. આ હુમલામાં સીઆરપીએફનો એક જવાન શહીદ થયો છે જ્યારે એક નાગરિકનું મોત થયું છે. આ ઉપરાંત 3 જવાન ઘાયલ થયા છે. કહેવાય છે કે આતંકીઓએ ઘાત લગાવીને પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કર્યો.
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના સોપોરમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકી હુમલો થયો છે. આ હુમલામાં સીઆરપીએફનો એક જવાન શહીદ થયો છે જ્યારે એક નાગરિકનું મોત થયું છે. આ ઉપરાંત 3 જવાન ઘાયલ થયા છે. જેમાંથી 2 જવાનની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આતંકીઓએ ઘાત લગાવીને પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કર્યો કર્યો હતો.
મળતી માહિતી મુજબ આજે સવારે સીઆરપીએફની એક ટુકડી પેટ્રોલિંગ પર નીકળી હતી. રેબન વિસ્તારમાં સીઆરપીએફની પાર્ટી પર ફાયરિંગ થયું. આતંકીઓએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું. જેમાં 4 જવાન ઘાયલ થયા અને એક નાગરિક પણ ઈજાગ્રસ્ત થયો. સમગ્ર વિસ્તારને ઘેરી લેવાયો છે.
જુઓ LIVE TV
લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube