શ્રીનગર: કાશ્મીર ખીણ (Kashmir) માં સુરક્ષાદળો એક પછી એક આતંકીઓનો કામ તમામ કરી રહ્યા છે. આતંકીઓની કમર તૂટવાથી તેઓ ધૂંધવાયા છે અને પોતાનો ગુસ્સો નાગરિકો પર કાઢી રહ્યા છે. મળતી માહિતી મુજબ જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) ના બડગામ(Budgam)  જિલ્લામાં બુધવારે આતંકીઓએ એક  બીડીસી (BDC) સભ્યની ઘર બહાર હત્યા કરી નાખી. BDC સભ્યની ઓળખ ભૂપિન્દર સિંહ તરીકે થઈ છે. તેઓ ખાગના બ્લોગ ડેવલપમેન્ટ કાઉન્સિલના અધ્યક્ષ હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM મોદીના સંસદીય વિસ્તારના શિવાંગી બન્યા રાફેલના પ્રથમ મહિલા પાયલટ


અનેક દિવસો બાદ  ઘરે આવ્યા હતા
BDC ચેરમેન ભૂપિન્દર સિંહ સુરક્ષા વચ્ચે અનેક દિવસથી શ્રીનગરમાં રહેતા હતાં. ઘણા દિવસે તેઓ પોતાના ઘરે પાછા ફર્યા હતાં. આ હુમલા બાદ સમગ્ર વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન ચાલુ છે. આતંકીઓની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. મૃતકના પીએસઓની પણ પૂછપરછ ચાલુ છે. આતંકીઓએ ઘર  બહાર જ ફાયરિંગ કરીને BDC ચેરમેનની હત્યા કરી. 


Corona ની દહેશત: આ દેશે ભારતથી આવતી અને જતી તમામ ફ્લાઈટ્સ પર રોક લગાવી 


રેલ રાજ્ય મંત્રી સુરેશ અંગાડીનું કોરોનાથી નિધન, AIIMS માં ચાલી રહી હતી સારવાર


સરપંચ સજ્જાદ અહેમદ ખાંડેની હત્યા 6 ઓગસ્ટના રોજ થઈ હતી. ભાજપના સરપંચ આરિફ અહેમદ ઉપર 4 ઓગસ્ટની સાંજે અખાનના કાઝીગુંડમાં આતંકીઓએ ફાયરિંગ કર્યું હતું જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.


UNમાં શી જિનપિંગના 5 સૌથી મોટા જુઠ્ઠાણા, કોણ કરશે ચીન પર વિશ્વાસ?


ઘરે આવતા જ તેમણે બંને પીએસઓને પોતાના વિસ્તારના પોલીસ સ્ટેશને છોડી દીધા. તેમને કહેવાયું કે તેઓ સવારે ફરીથી તેમને પાછા લઈ જશે. ઘરથી થોડે દૂર આતંકીઓએ તેમને રોક્યા અને ગોળી મારી. ગોળીનો અવાજ સાંભળીને લોકો ઘરની બહાર નીકળ્યા પરંતુ ત્યા સુધીમાં તો આતંકીઓ ભાગી ગયા હતા. 


ઘટના બાદ પોલીસને જાણ કરવામાં આવી અને ભૂપિન્દર સિંહને તરત સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા. જો કે તપાસ દરમિયાન ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. આ હુમલા બાદ જવાનોએ ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર વિસ્તારને ઘેરીને ઓપરેશન શરૂ કરી દીધુ છે. જો કે હજુ સુધી આતંકીઓની કોઈ ભાળ મળી નથી. 


લદાખ સરહદે તણાવના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube