J&K: કુલગામમાં આતંકવાદી સાથે મુઠભેડ, 2 આતંકવાદી ઠાર, એક અઠવાડિયા 16ને ઠાર માર્યા
જમ્મૂ કાશ્મીરમાં આતંકવાદીઓનું સફાઇ અભિયાન ચાલુ છે. સુરક્ષાબળોએ શનિવારે કુલગામ જિલ્લામાં ચાલી રહેલી મુઠભેડમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. મોતને ભેટેલા આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે.
શ્રીનગર: જમ્મૂ કાશ્મીરમાં આતંકવાદીઓનું સફાઇ અભિયાન ચાલુ છે. સુરક્ષાબળોએ શનિવારે કુલગામ જિલ્લામાં ચાલી રહેલી મુઠભેડમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. મોતને ભેટેલા આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે.
આ દરમિયાન અન્ય આતંકવાદીઓની શોધખોળ માટે ક્ષેત્રમાં એક શોધખોળ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કાશ્મીર પોલીસે ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું કે બે અજાણ્યા આતંકવાદીઓએ મુઠભેડમાં ઠાર માર્યા છે અને આગળની તપાસ ચાલુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ મુઠભેડ કુલગામ જિલ્લાના નિપોર વિસ્તારમાં શુક્રવારે રાત્રે શરૂ થઇ હતી. હથિયાર અને ગોળા બારૂદ મળી આવ્યા છે. વિસ્તારમાં તલાશી અભિયાન ચાલી રહ્યું છે. પોલીસે કહ્યું કે વધુ એક સફળ આતંકવાદ વિરોધી અભિયાન દક્ષિણી કાશ્મીરના કુલગામ જિલ્લાના નિપોરા વિસ્તારમાં સવારે સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી મુઠભેડમાં બે આતંકવાદી ઠાર માર્યા છે.
આ પહેલાં આઇજીપી કાશ્મીર વિજય કુમારે કહ્યું કે ''કુલગામ પોલીસ અને સુરક્ષાબળો વચ્ચે નિપોરા ક્ષેત્રમાં એન્કાઉન્ટર થયું. પોલીસ અને સુરક્ષાબળો સંયુક્ત અભિયાન ચલાવી રહ્યા છે.
એક અન્ય પોલીસ અધિકારીએ કહ્યું કે 'પોલીસની સંયુક્ત ટીમ, સેનાની 19 આરઆર અને સીઆરપીએફએ ક્ષેત્રમાં આતંકવાદીઓની હાજરી વિશે વિશેષ જાણકારી પર એક ઘેરાબંધી કરી અને તલાશે અભિયાન ચલાવ્યું. જેમ કે સુરક્ષાબળોની સંયુક્ત ટીમએ સંદિગ્ધ ઘરને ઘેરી લીધું, તે રહેણાંક ઘરમાં સંતાયેલા આતંકવાદીઓએ તલાશી દળ પર ગોળીઓ ચલાવી, જવાબી કાર્યવાહીમાં તેમને ઠાર માર્યા. અધિકારીએ કહ્યું કે છુપાયેલા આતંકવાદી આત્મસમર્પણ કરવાનપુરતી તક આપવામાં આવી હતી. પરંતુ તેમણે એમ ન કર્યું.
આ અઠવાડિયે દક્ષિણ કાશ્મીરમાં આ ચોથી મુઠભેડ છે. આ પહેલાં શોપિયા જિલ્લામાં ત્રણ અલગ-અલગ મુઠભેડોમાં ટોચના હિજબુલ કમાન્ડરો સહિત 14 આતંકવાદી ઠાર માર્યા છે. ગત એક અઠવાડિયામાં સુરક્ષાબળોએ ઘાટીમાં 16 આતંકવાદીઓને ઠાર માર્યા છે અને હવે આ સાથે જ ઠાર મારવામાં આવેલા આતંકવાદીઓથી સંખ્યા 95 સુધી પહોંચી ગઇ છે.
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube