નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસ વેક્સિનનો પ્રથમ જથ્થો પહોંચી ગયો છે. આ સાથે 16 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા દેશવ્યાપી કોરોના વેક્સિનેશનના અભિયાનનું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું છે. પુણે સ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયામાંથી મંગળવારે દેશના અલગ-અલગ ભાગમાં વેક્સિન સપ્લાઈનો સિલસિલો શરૂ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંગળવારે વહેલી સવારે સ્પેશિયલ ફ્લાઇટમાં પુણેથી વેક્સિનની સપ્લાઈ શરૂ થઈ, જે આશરે 10 કલાકે દિલ્હી એરપોર્ટ પર પહોંચી. તેને અહીં કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવશે અને જ્યારે વેક્સિનેશનની શરૂઆત થશે, ત્યારે રસીકરણ કેન્દ્ર પહોંચાડવામાં આવશે. 


કૃષિ કાયદા પર SCના વલણથી જોશમાં સોનિયા, વિપક્ષી નેતાઓને કર્યો ફોન, શરદ પણ એક્ટિવ


દિલ્હી એરપોર્ટ તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમારી પાસે -20 ડિગ્રીથી +25 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાનની ક્ષમતા છે. બંન્ને ટર્મિનલ પર એક દિવસમાં 5.7 મિલિયન ડોઝ રાખવાની ક્ષમતા છે. એરપોર્ટ તરફથી સરકાર, એજન્સી, એરલાયન્સ અને અન્ય બધા સ્ટેકહોલ્ડરની સાથે સંપર્ક કરવામાં આવ્યો છે અને વેક્સિનેશનના કામમાં મહત્વની ભૂમિકા નિભાવવા માટે તૈયારી કરવામાં આવી છે. 


તમને જણાવી દઈએ કે સીરમ ઈન્સ્ટિટ્યૂટથી સ્પેશિયલ કન્ટેનરમાં તે વેક્સિનને રવાના કરવામાં આવી રહી છે, જેના પર જીપીએસ લાગેલું છે. સાથે આ કન્ટેનરની સાથે પોલીસ ચાલી રહી છે. હજુ સરકારે શરૂઆતમાં 1.1 કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો છે, તેની સપ્લાઈ શરૂ થઈ છે. આ સિવાય આગળની પ્રક્રિયા ચાલી રહી છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube