નવી દિલ્હી: તાજેતરમાં જ એવા અહેવાલ હતાં કે ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભારતની સ્થિતિ તેના પાડોશી દેશો  પાકિસ્તાન અને બાંગ્લાદેશ કરતા પણ ખરાબ રહી છે. આજે પણ મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર ભૂખ્યા પેટે સૂવા માટે મજબુર છે. પ્રાથમિક જરૂરિયાતો એટલેકે રોટી કપડાં મકાન માટે પણ તેઓ તરસે છે. ત્યારે શિક્ષણ અંગે તો વિચારવું જ શું. આ નસીબથી બેહાલ લોકો જો શિક્ષણ માટે વિચારે તો પણ તેમને કોણ ભણાવે અને કઈ શાળા એડમિશન આપે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે જ્યારે કોઈ વ્યક્તિ બદલાવ લાવવાનું વિચારે છે ત્યારે નસીબ અને ભગવાન બંને સાથ આપે છે. આવું જ કઈંક કરી બતાવ્યું છે રાજસ્થાનના આ પોલીસવાળાએ. ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ ચૂરુના એક પોલીસકર્મી ધર્મવીર ઝખરે ગરીબ અને બેસહારા બાળકો માટે એક શાળા શરૂ કરી છે. જેથી કરીને બાળકોએ ભીખ ન માંગવી  પડે અને તેઓ ભણી શકે.


ધર્મવીરે વર્ષ 2016માં શાળા શરૂ કરી. પોતાના પોલીસ સ્ટેશનની બહાર તે અનેક બાળકોને ભીખ માંગતા જોતો હતો અને તેમની સાથે વાત કરતા તેને જાણવા મળ્યું કે અનેક બાળકોના તો માતા પિતા પણ નહતાં. ત્યારબાદ તે તેમની સાથે તેઓ જ્યાં રહેતા હતા તે ઝૂંપડીઓમાં ગયો અને તેમના જીવનની કપરી વાસ્તવિકતા જાણી. 


ધર્મવીરે આ બાળકોનું જીવન સવારવાનું વિચાર્યું અને તેમનું શાળામાં એડમિશન કરાવ્યું. આ શાળાનું નામ અપની પાઠશાળા છે. જ્યાં હાલ 450 બાળકો ભણે છે. આ બાળકો માટે પિક એન્ડ ડ્રોપ સર્વિસ માટે વાનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમના કપડાં, જૂતા, ભોજન અને અભ્યાસની સામગ્રી પણ મફતમાં અપાઈ છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...