નવી દિલ્હી: એસપીજી બિલ (SPG Bill) આજે રાજ્યસભામાં ભારે હોબાળા વચ્ચે પસાર થઈ ગયું. બિલ પર મતદાન અગાઉ કોંગ્રેસ (Congress) ના સાંસદો સદનમાંથી વોકઆઉટ કરી ગયા હતાં. ચર્ચા દરમિયાન ગૃહ મંત્રી અમિત શાહે (Amit Shah) કહ્યું કે ફક્ત ગાંધી પરિવાર જ નહીં દેશના દરેક નાગરિકની સુરક્ષા કરવી એ સરકારની જવાબદારી છે. તેમણે કોંગ્રેસના સવાલનો જવાબ આપતા કહ્યું કે ગાંધી પરિવારની સુરક્ષા હટાવવામાં આવી થી, માત્ર બદલવામાં આવી છે. નવા બિલ મુજબ હવે એસપીજીની સુરક્ષા ફક્ત વડાપ્રધાનને મળશે. કાયદો બધા માટે સરખો રહેશે. કોઈ એક પરિવારને ધ્યાનમાં રાખીને નિર્ણય લઈ શકાય નહીં. અત્રે જણાવવાનું કે એસપીજી બિલ લોકસભામાં અગાઉ પસાર થઈ ચૂક્યું છે. 


અયોધ્યા કેસ: મુસ્લિમ સંગઠનોમાં પુન:વિચાર અરજી મુદ્દે ચમકતા રહેવાની દાનતને કારણે ખેંચતાણ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાહે કહ્યું કે એસપીજી બિલનો હેતુ વિશેષ સુરક્ષા સમૂહને વધુ કુશળ બનાવવાનો છે અને આ કામમાં કોઈ ઉદાસીનતા હોવી જોઈએ નહીં. અત્રે જણાવવાનું કે ગૃહ રાજ્યમંત્રી જી.કિશન રેડ્ડીએ સોમવારે આ બિલ રાજ્યસભામાં રજુ કર્યું હતું. 


નીચલા ગૃહને સંબોધિત કરતા શાહે કહ્યું કે 1991, 1994, 1999, અને 2003માં કાયદામાં સંશોધન થયું છે અને તે બુધવારે એસપીજી અધિનિયમમાં એક વધુ સંશોધન માટે આવ્યાં છે. જે કાયદાની મૂળ વાતો મુજબ છે. અધિનિયમમાં સંશોધન બાદ શાહે કહ્યું કે નવા કાયદાથી એ જરૂરી બની જશે કે એસપીજી સુરક્ષા ફક્ત વડાપ્રધાનને જ આપવામાં આવે અને તેમના અધિકૃત નિવાસ પર તેમની સાથે રહેતા પરિવારના સભ્યો તેમાં સામેલ હોય. 


Bihar: બદમાશોએ દુકાનમાં ઘૂસીને વેપારીની હત્યા કરી, મર્ડરનો લાઈવ VIDEO જુઓ


તેમણે કહ્યું કે આ ઉપરાંત પૂર્વ વડાપ્રધાનો અને તેમના તત્કાળ પિરવારના એવા સભ્યોને એસપીજી સુરક્ષા અપાશે કે જેઓ તેમની સાથે ફાળવવામાં આવેલા નિવાસ  સ્થાન પર રહે છે. એસપીજી સુરક્ષા વડાપ્રધાન પદ ત્યાગ કર્યા બાદ પાંચ વર્ષ સુધી જ ઉપલબ્ધ કરાવવામાં આવશે. 


વડાપ્રધાન માટે એસપીજી કવરની જરૂરિયાત અંગે જણાવતા ગૃહ મંત્રીએ કહ્યું કે વડાપ્રધાનની સુરક્ષા માટે એસપીજીની જરૂર છે,  કારણ કે તે દેશના કલ્યાણ, દેશની સુરક્ષા અને સમાજની ભલાઈ માટે કેટલાક કઠોર નિર્ણય લે છે. તેમણે કહ્યું કે તે ફક્ત વડાપ્રધાનની શારીરિક સુરક્ષા સુધી જ સીમિત નથી પરંતુ વડાપ્રધાનના પદની સુરક્ષા, તેમની ગરિમા, તેમના કાર્યાલય, તેમના સંસ્થાન, સ્વાસ્થ્ય અને સંચાર સુધી સિમિત છે. આ તમામ ચીજોની નિગરાણી એસપીજી દ્વારા થાય છે કારણ કે તેઓ સરકારના પ્રમુખ છે. 


આ VIDEO પણ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube