કાઠમાંડૂ: નેપાળના નકશા વિવાદ  (Map dispute) ના કારણે બંને દેશોના સંબંધમાં નરમાઇ જોવા મળી રહી છે. બંને દેશોના અધિકારીઓ વચ્ચે સોમવારે કાઠમાંડૂ (kathmandu)માં બેઠક થઇ. વીડિયો કોંફ્રેંસિંગ સાથે થયેલી આ વાતચીતમાં ભારતની મદદથી નેપાળ (India and Nepal)માં ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના મહામારીના કારણે વીડિયો કોંફ્રેંસિંગ દ્વારા થયેલી બેઠકમાં નેપાળના વિદેશ સચિવ શંકર દાસ બૈરાગી અને નેપાળમાં ભારતીય રાજદૂત વિજય મોહન ક્વાત્રાએ ભાગ લીધો. લગભગ એક કલાક સુધી ચાલેલી બેઠકમાં ભારતની મદદથી નેપાળમાં ચાલી રહેલા વિભિન્ન પ્રોજેક્ટોની પ્રગતિ પર ચર્ચા થઇ. ભારતના રાજદૂતે આશ્વાસન આપ્યું કે તે નેપાળની મદદથી પાછી પાની કરશે નહી અને અન્ય પ્રોજેક્ટમાં પણ સતત સહયોગ કરતું રહેશે. 


તમને જણાવી દઇએ કે રક્ષા મંત્રી રાજનાથ સિંહે 8 મેના રોજ ઉત્તરાખંડના ઘારચુલાને લિપુલેખ દ્વારા જોડનાર સંયુક્ત રૂપથી મહત્વપૂર્ણ 80 કિલોમીટર લાંબા રસ્તાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદથી બંને દેશોના સંબંધોમાં તણાવ પેદા થઇ ગયો હતો. નેપાળે તેનો વિરોધ કરતાં દાવો કર્યો કે તે રસ્તો તેના ક્ષેત્રમાંથી પસાર થાય છે. તેના થોડા સમય બાદ નેપાળે નવો રાજકીય નકશો જાહેર કર્યો, જેમાં લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાને તેના ક્ષેત્રમાં બતાવવામાં આવ્યું. જૂનમાં સંસદે દેશના નવા રાજકીય માનચિત્રને મંજૂરી આપી છે. 


ત્યારથી બંને દેશો વચ્ચે તણાવ સતત ચાલી રહ્યો હતો. આ દરમિયાન નેપાળના પ્રધાનમંત્રી પી શર્મા ઓલીએ 15 ઓગસ્ટના રોજ પીએમ નરેન્દ્ર મોદીને ફોન કરીને ભારતના 74મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી. ત્યારબાદ સંબંધોમાં સુધારો થવાનું શરૂ થઇ ગયું છે. આ ફોન કોલ બાદ બંને દેશો વચ્ચે આ બેઠક આયોજિત કરવામાં આવી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર