પ્રકાશ પ્રિયદર્શી, નવી દિલ્હી: આમ જનતાને નવા વર્ષની ભેટ આપતા સરકારે પહેલી જાન્યુઆરીથી સિનેમા ટિકિટ, 32 ઈંચ સુધીના ટેલિવિઝન અને મોનિટર સ્ક્રિન સહિત 23 વસ્તુઓ પરથી જીએસટીના દર ઓછા થવાનું નોટિફિકેશન જારી કરી દીધુ છે. જીએસટી કાઉન્સિલે 22 ડિસેમ્બરના રોજ થયેલી બેઠકમાં 23 વસ્તુઓ અને સેવાઓ પરથી ટેક્સ ઘટાડવાનો નિર્ણય લીધો હતો. જેમાં સિનેમા ટિકિટ, ટેલિવિઝન, મોનિટર સ્ક્રિન, પાવર બેંક વગેરે સામેલ છે. આ ઉપરાંત ફ્રોઝન અને પેક ખાસ પ્રકારના શાકભાજીને પણ રાહત આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્રાહકોએ હવે આ માટે આજથી આ 23 પ્રકારની વસ્તુઓ માટે ઓછા ભાવ ચૂકવવાના રહેશે. પહેલી જાન્યુઆરીથી આ વસ્તુઓ પરથી જીએસટીનો દર ઓછો થતા તેના પરિણામ સ્વરૂપે તેના ભાવ ઘટી શકે છે. જીએસટી કાઉન્સિલે ગત બેઠકમાં આ વસ્તુઓ અને સેવાઓ પરથી દરનો રેટ 28 ટકાથી ઘટાડ્યો હતો. કેટલીક વસ્તુઓને 18 ટકાના કર સ્લેબમાં તો કેટલીક વસ્તુઓનો સ્લેબ 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરાયો છે. 


જીએસટીના સૌથી ઉચા કર માળખામાં 28 ટકાનો સ્લેબ આવે છે જેમાં હવે કેટલીક લક્ઝરી વસ્તુઓ, અહિતકર સામાનો, સીમેન્ટ, મોટા ટીવી સ્ક્રિન, એરકન્ડિશનર્સ અને ડિશવોશર્સ રહી ગયા છે. પરિષદે દિવ્યાંગ વ્યક્તિઓને કામ આવતા વાહનો સાધનોના પાર્ટ્સ પર જીએસટી દરને 28 ટકાથી ઘટાડીને પાંચ ટકા કર્યો છે. માલ પરિવહન વાહનોના ત્રીજા પક્ષના વીમા પ્રીમિયમ પર જીએસટી દરને ઘટાડીને 18 ટકાથી 12 ટકા કરવામાં આવ્યો છે. 


સંગેમરમરના રો પત્થર, પ્રાકૃતિક કોર્ક, હાથછડી, ફ્લાઈ એશથી બનેલી ઈંટો વગેરે પર હવે પાંચ ટકા જીએસટી લાગશે.


સંગીતના પુસ્તકો, કાચી કે સ્ટીમથી અથવા ઉકાળીને બનાવેલા શાકભાજી તથા ફ્રોઝન, બ્રાન્ડેડ તથા પ્રોસેસિંગની આવી અવસ્થાવાળા શાકભાજી કે જે તે સ્વરૂપમાં ઉપયોગમાં લેવાને લાયક ન હોય.... તેના પર હવે જીએસટી લાગશે નહીં. 


જનધન યોજના હેઠળ ખુલેલા આધારભૂત બચત ખાતાના ધારકોએ  પણ હવે બેંકોની સેવાઓ માટે જીએસટી આપવો પડશે નહીં. 


'જગતના તાત'ની આવક વધારવા સરકારની આ છે યોજના, ગુજરાતના ખેડૂતોને પણ મળશે લાભ


સરકાર દ્વારા સંચાલિત નોનો નોટિફાઈડ અથવા ચાર્ટર્ડ ઉડાણો દ્વારા પ્રવાસ કરનારા તીર્થયાત્રીઓએ હવે પાંચ ટકા જ જીએસટી ચૂકવવો પડશે. 


આ ઉપરાંત 100 રૂપિયા સુધીની સિનેમાની ટિકિટો પર હવે 18 ટકાની જગ્યાએ 12 ટકા જીએસટી લાગશે. 100 રૂપિયાથી વધુ કિંમતની સિનેમા ટિકિટો પર હવે 28 ટકા જીએસટીની જગ્યાએ 18 ટકા જીએસટી લાગશે. 32 ઈંચના મોનિટરો તથા ટેલિવિઝન સ્ક્રિનો તથા પાવર બેંકો ઉપર પણ હવે 28 ટકાની જગ્યાએ 18 ટકા જીએસટી લાગશે. 


પ્રોડક્ટ પહેલા GST દર (%માં ) હવે GST દર (%માં )
     
એલઈડી ટીવી  32" સુધીના 28 18
બિલિયર્ડ્સ 28 18
ફ્રોઝન શાકભાજી 5 0
વ્હીલચેર 28 5
મ્યુઝિક બુક 5 0
રેડિયલ ટાયર 28 18
લિથિયમ બેટરી 28 18
100 રૂપિયા સુધીની સિનેમા ટિકિટ 18 12
ધાર્મિક હવાઈ મુસાફરી 18 12 અને 5
થર્ડ પાર્ટી મોટર ઈન્શ્યોરન્સ 18 12
     

28 કાથી 18 ટકાના દાયરામાં આવેલી પ્રોડક્ટ્સ
આ ઉપરાંત વાહનોની પુલી, ટ્રાન્સમિશન, સોફ્ટ અને ક્રેંક, ગિયર બોક્સ, 32 ઈંચ સુધીના મોનિટર અને ટીવી, જૂના કે રીટ્રિટેડ ન્યૂમેટિક રબર કે ટાયર, લિથિયમ આયર્ન બેટરીવાળી પાવર બેંક, ડિજીટલ કેમેરા, વીડિયો કેમેરા રેકોર્ડર, વીડિયો ગેમ સંલગ્ન ઉપકરણો તથા ખેલમાં ઉપયોગમાં લેવાતા અન્ય સામાન. 


28 ટકાથી પાંચ ટકાના સ્લેબમાં લવાયેલી પ્રોડક્ટ્સ
દિવ્યાંગો માટે બનાવવામાં આવતા વાહનોના પાર્ટ્સ


18 ટકાથી પાંચ ટકાના સ્લેબમાં લવાયેલી પ્રોડક્ટ્સ
સંગેમરમરના દાણા


12 ટકાથી પાંચ ટકાના સ્લેબમાં આવેલી પ્રોડક્ટ્સ
પ્રાકૃતિક કોર્કહાથની છડી, ફ્લાઈ એશથી બનેલા બ્લોક


12 ટકાથી શૂન્યના સ્લેબમાં આવેલી પ્રોડક્ટ્સ
સંગીત સંલગ્ન પુસ્તકો


પાંચ ટકાથી શૂન્યના સ્લેબમાં આવેલી પ્રોડકટ્સ
શાકભાજી ( કાચા કે ઉકાળેલા કે સ્ટીમ કરીને પકવેલા), ફ્રોઝન, બ્રાન્ડેડ અને ડબ્બામાં પેક શાકભાજી( રસાયણોથી સંરક્ષિત) પરંતુ સીધા ખાઈ ન શકાય.


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...