નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં સુનાવણીના આગામી 3 દિવસોમાં ચીફ જસ્ટિસ રંજન ગોગાઇ અયોધ્યા વિવાદ સહિત પાંચ મહત્વપૂર્ણ કેસ પર ચૂકાદો સંભળાવશે. ચીફ જસ્ટિસ 17 નવેમ્બરના રોજ સેવાનિવૃત થઇ રહ્યા છે. સેવાનિવૃત થતાં પહેલાં ચીફ જસ્ટિસે પોતાની સુનાવણીના બધા કેસમાં ચૂકાદા સંભળાવશે. આ અઠવાડિયે શનિવાર અને રવિવારનો દિવસ છે જેમાં સુપ્રીમ કોર્ટમાં રજા હોય છે. આગામી અઠવાડિયે સોમવારે અને મંગળવારે ગુરૂ નાનક દેવની જયંતિના અવસર પર સુપ્રીમ કોર્ટમાં રજા છે. પછે 17 નવેમ્બરના રોજ ચીફ જસ્ટિસ સેવાનિવૃત થતાં પહેલાં 16 અને 17 નવેમ્બરના રોજ શનિવાર તથા રવિવારના રોજ રજાના કારણે ચીફ જસ્ટિસને સુનાવણી માટે ફક્ત ત્રણ દિવસ 13,14,15 નવેમ્બર જ મળશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

NFC સપોર્ટ સાથે Xiaomi Redmi Note 8T લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ 


પાંચ કેસ પર ચીફ જસ્ટિસ ગોગાઇને ચૂકાદો આપવાનો છે, તે મહત્વપૂર્ણ કેસ છે-  


- સુપ્રીમ કોર્ટમાં દેશના સૌથી મોટા ચૂકાદા અયોધ્યા રામ મંદિર વિવાદ પર સુનાવણી થશે. 


- રાફેલ કેસમાં 14 ડિસેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટના સંભળાવવામાં નિર્ણયની પુનર્વિચારની માંગ માટે પૂર્વ કેંદ્વીય મંત્રી યશવંત સિન્હા તથા અરૂણ શૌરી સહીત ઘણા અન્ય લોકો દ્વારા દાખલ અરજી પર નિર્ણય લેવાનો છે. 

જમ્મૂ કાશ્મીરમાં ભારે હિમવર્ષા, શ્રીનગરમાં ટ્રાન્સપોર્ટ અને ટેલીફોન સેવાઓ ઠપ


- રાફેલ કેસ પર સુપ્રીમ કોર્ટના જૂના ચૂકાદાને લઇને ચૂંટણીના દિવસોમાં વડાપ્રધાન નરેંદ્ર મોદી વિરૂદ્ધ 'ચોકીદાર ચોર હૈ'ના નારાનો ઉપયોગ કરવા માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરૂદ્ધ દાખલ સુપ્રીમ કોર્ટની અવગણના અરજી પર ચૂકાદો સંભળાવવાનો છે. 


- કેરલના સબરીમાલા મંદિરમાં દરેક ઉંમરની મહિલાઓને પ્રવેશ આપવા માટે સુપ્રીમ કોર્ટના ચૂકાદાની ફરીથી સમીક્ષા માટે દાખલ અરજીઓ પર પાંચ સભ્યોની સંવિધાન પીઠને વિચાર કરવાનો છે. 

108 MP કેમેરા સાથે Xiaomi MI CC9 Pro થયો લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ


- દિલ્હી હાઇકોર્ટ દ્વારા આપવમાં આવેલા સીજેઆઇ ઓફિસને ઇન્ફોર્મેશન એક્ટના દાયરામાં લાવવાના આદેશ વિરૂદ્ધ 2010માં સુપ્રીમ કોર્ટના સેક્રેટરી જનરલ તથા સેન્ટ્રલ પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર દ્વારા દાખલ ત્રણ અરજીઓ પર ચાર એપ્રિલના રોજ પેન્ડીંગ રાખવામાં આવેલા નિર્ણયને સંભળવવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube