ઝી બ્યૂરો, અમદાવાદઃ કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ માત્ર મહિલાઓ માટે જ છે. મોદી સરકારે મહિલા સશક્તિકરણની દિશામાં અનેક પગલાં ઉઠાવ્યા છે. જેનો લાભ મોટાપાયે દેશની મહિલાઓને મળી રહ્યો છે. સરકારનો ઉદ્દેશ્ય છે કે મહિલાઓ પણ પુરુષની સાથે ખભાથી ખભો મિલાવીને આગળ વધે. આમ પણ દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધતી જઈ રહી છે. ત્યારે તમારે પણ જાણવું જરૂરી છે કે મોદી સરકારની મહિલાઓને લઈને કઈ-કઈ કલ્યાણકારી યોજના છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના:
મહિલાઓ માટે મોદી સરકારની સૌથી સફળ ઉજ્જવલા યોજના છે. 1 મે 2016ના રોજ ઉત્તર પ્રદેશના બલિયાથી આ યોજનાની શરૂઆત થઈ હતી. આ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળી ગૃહિણીઓને રસોઈ ગેસ સિલિન્ડર આપવામાં આવે છે. અત્યાર સુધી દેશના 8.3 કરોડથી વધારે પરિવારોને આ યોજનાનો લાભ મળી ચૂક્યો છે. 1 ફેબ્રુઆરી 2021માં નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ઉજ્જવલા યોજનાનો લાભ વધુ 1 કરોડ લાભાર્થીઓ સુધી પહોંચાડવાની જાહેરાત કરી છે.


આ યોજનાનો શું છે ઉદ્દેશ્ય:
આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર તેલ કંપનીઓેને દરેક કનેક્શન પર 1600 રૂપિયાની સબસિડી આપે છે. આ સબસિડી સિલિન્ડરને સિક્યોરિટી અને ફિટિંગ ટેક્સ માટે હોય છે. જે પરિવારોનું નામ બીપીએલ કાર્ડ છે. તે આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે. આ યોજનાનો ઉદ્દેશ્ય મહિલાઓને લાકડાં અને કોલસાના ધુમાડામાંથી મુક્ત કરવાનો છે.


2. બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના:
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેટી બચાઓ, બેટી પઢાઓ યોજનાની શરૂઆત 22 જાન્યુઆરી 2015માં હરિયાણાના પાણીપતમાંથી કરી હતી. આ યોજનાનો ઉદ્દેશ્ય બાળ અસમાનતા દરને ઓછો કરવાનો અને મહિલા સશક્તિકરણને સમર્થન આપવાનો છે. આ યોજના ભારતના અલગ-અલગ વિસ્તારમાં ચલાવવામાં આવે છે. આ યોજના તે મહિલાઓને મદદ કરે છે. જે ઘરેલુ હિંસા કે કોઈપણ પ્રકારની હિંસાનો શિકાર બને છે. જો કોઈ મહિલા આ પ્રકારની હિંસાનો શિકાર બને છે. તો તેને પોલીસ, કાયદાકીય, મેડિકલ જેવી સેવાઓ આપવામાં આવે છે. પીડિત મહિલા ટોલ ફ્રી નંબર 181 પર કોલ કરીને મદદ મેળવી શકે છે.


3. સુરક્ષિત માતૃત્વ આશ્વાસન સુમન યોજના:
આ યોજના અંતર્ગત 100 ટકા સુધી હોસ્પિટલ કે પ્રશિક્ષિત નર્સની દેખરેખમાં મહિલાઓની પ્રસુતિ કરવામાં આવે છે. જેના કારણે પ્રેગનન્સીમાં માતા અને તેના બાળકના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકાય. આ યોજના અંતર્ગત ગર્ભવતી મહિલાઓ અને નવજાત શિશુઓની જીવન સુરક્ષા માટે નિ:શુલ્ક સ્વાસ્થ્ય સેવાઓ સરકાર દ્વારા પ્રદાન કરવામાં આવી રહી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય માતા અને નવજાત શિશુઓના મૃત્યુને રોકવાનો છે.


Gujarat Municipal Election 2021: 6 મનપામાં ફરી ભાજપની ભવ્ય જીત, AAP અને AIMIM નો અપસેટ, કોંગ્રેસનાં સૂપડાં સાફ


4.  ફ્રી સિલાઈ મશીન યોજના:
જે મહિલાઓ સિલાઈ-એમ્બ્રોઈડરીમાં રસ ધરાવે છે. તેમના માટે કેન્દ્ર સરકાર તરફથી ફ્રી સિલાઈ મશીન યોજના ચલાવવામાં આવે છે. આ યોજનાનો લાભ દેશના ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારની આર્થિક રીતે નબળી મહિલાઓ લાભ ઉઠાવી શકે છે. ભારત સરકાર તરફથી દરેક રાજ્યમાં 50,000થી વધારે મહિલાઓને નિ:શુલ્ક સિલાઈ મશીન આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત માત્ર 20થી 40 વર્ષની મહિલાઓ જ અરજી કરી શકે છે.


5. મહિલા શક્તિ કેન્દ્ર યોજના:
આ યોજના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તરફથી વર્ષ 2017માં લોન્ચ કરવામાં આવી હતી. આ યોજના મહિલાઓને સંરક્ષણ અને સશક્તિકરણ માટે તૈયાર કરવામાં આવી છે. આ યોજનાની નીચે ગામે-ગામની મહિલાઓની સામાજિક ભાગીદારીના માધ્યમથી સશક્ત બનાવવા અને તેમની ક્ષમતાનો અનુભવ કરાવવાનું કામ કરવામાં આવે છે. આ યોજના રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા સ્તરે કામ કરે છે.


Barack Obama આ કારણસર મિત્ર પર ખુબ ગુસ્સે થયા હતા, મુક્કો મારીને નાક તોડી નાખ્યું હતું


6. સુકન્યા સમૃદ્ધિ યોજના:
મોદી સરકારે 22 જાન્યુઆરી 2015માં સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરૂઆત કરી હતી. આ સ્કીમ 10 વર્ષથી નાની ઉંમરની બાળકીઓના ઉચ્ચ શિક્ષણ અને લગ્ન માટે છે. એટલે બાળકીઓના સુરક્ષિત ભવિષ્ય માટે આ બચત યોજના છે. કોઈપણ બેંક અને પોસ્ટ ઓફિસમાં જઈને તમે તમારી 10 વર્ષથી નાની ઉંમરની બાળકી માટે એકાઉન્ટ ખોલાવી શકો છો. સ્કીમ પૂરી થયા પછી બધા પૈસા તેને મળશે. જેના નામ પર તમે એકાઉન્ટ ખોલાવ્યું હશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube