Covid-19 : દેશના આ 8 શહેરોમાં કોરોનાથી ચિંતાજનક સ્થિતિ, માત્ર 10 દિવસમાં એક લાખથી વધુ કેસ
ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) ના સંક્રમણના આંકડા શનિવારે દિન પ્રતિદિન વધતા જ જાય છે. દરરોજ નવા રેકોર્ડ બની રહ્યાં છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે લોકોના મોતના મામલે ભારત દુનિયામાં નવમો સૌથી વધુ પ્રભાવિત દેશ બન્યો છે. આ બધા વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોટી સંખ્યામાં સંક્રમણવાળા વિસ્તારોમાં તેને રોકવા માટે લેવાયેલા પગલાંની સમીક્ષા કરી. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તરફથી સંક્રમણના જે આંકડા જણાવાઈ રહ્યાં છે તે મુજબ એક દિવસમાં સૌથી વધુ 14000થી વધુ કેસ સામે આવ્યાં અને દેશમાં સંક્રમણના કુલ કેસ હવે 3.13 લાખ થઈ ગયા છે.
નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) ના સંક્રમણના આંકડા શનિવારે દિન પ્રતિદિન વધતા જ જાય છે. દરરોજ નવા રેકોર્ડ બની રહ્યાં છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે લોકોના મોતના મામલે ભારત દુનિયામાં નવમો સૌથી વધુ પ્રભાવિત દેશ બન્યો છે. આ બધા વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોટી સંખ્યામાં સંક્રમણવાળા વિસ્તારોમાં તેને રોકવા માટે લેવાયેલા પગલાંની સમીક્ષા કરી. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તરફથી સંક્રમણના જે આંકડા જણાવાઈ રહ્યાં છે તે મુજબ એક દિવસમાં સૌથી વધુ 14000થી વધુ કેસ સામે આવ્યાં અને દેશમાં સંક્રમણના કુલ કેસ હવે 3.13 લાખ થઈ ગયા છે.
કોરોના સંક્ટ: PM મોદીની અધિકારીઓને સૂચના- રાજ્યો સાથે વાત કરી તૈયાર કરે ઇમરજન્સી પ્લાન
પીએમ મોદી (PM Narendra Modi) એ શનિવારે દેશમાં કોવિડ 19 મહામારીના કારણે ઉત્પન્ન થયેલી સ્થિતિની વરિષ્ઠ મંત્રીઓ અને સિનિયર અધિકારીઓ સાથે સમીક્ષા કરી. જેમાં તેમણે કોવિડ 19 (Covid-19)ની તપાસ, બેડની સંખ્યા અને પ્રતિદિન સામે આવી રહેલા સંક્રમણના કેસ, ખાસ કરીને શહેરોમાં, કોરોનાને કાબુમાં લેવા માટે આવશ્યક સેવાઓમાં વધારો કરવા અંગે વાત કરી. કોરોના વાયરસના કારણે ઉભી થયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને પીએમ મોદી 16 અને 17 જૂને મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાત કરશે.
આ 8 શહેર સૌથી વધુ પ્રભાવિત
સમીક્ષા બેઠક દરમિયાન એ વાત સામે આવી છે કે કોવિડ 19ના કુલ કેસમાંથી બે તૃતિયાંશ કેસ પાંચ રાજ્યોમાંથી જોવા મળ્યા છે. જેમાં મુંબઈ, દિલ્હી, અમદાવાદ, ચેન્નાઈ, સુરત, પુણે, ઈન્દોર અને કોલકાતા વૈશ્વિક મહામારીથી સૌથી વધુ પ્રભાવિત શહેરો છે. પીએમઓના નિવેદન મુજબ નીતિ આયોગના સભ્યો અને હેલ્થ પ્રોફેશ્નલ્સ Emergency management plan સંબંધિત અધિકારપ્રાપ્ત સમૂહના સંયોજક ડો.વિનોદ પોલે કોવિડ 19ની હાલની સ્થિતિ અને ભાવિ પરિદ્રશ્ય અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન આપ્યું.
શું કોરોનાનો સામનો કરવા મદદરૂપ છે આ દવાઓ? જાણો શું છે વાયરલ પ્રિસ્ક્રિપ્શનનું સત્ય
પ્રધાનમંત્રીએ હોસ્પિટલોમાં બેડ/અલગથી બેડની શહેર અને જિલ્લાવાર જરૂરિયાતો સંબંધિત અધિકારપ્રાપ્ત સમૂહની ભલામણોને ગંભીરતાથી લીધી. તેમણે સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓને રાજ્યો/સંઘશાસિત પ્રદેશોની સાથે ચર્ચા વિચારણા કરીને ઈમરજન્સી પ્લાન તૈયાર કરવા માટે નિર્દેશ આપ્યો. તેમણે મંત્રાલયને ચોમાસાની શરૂઆતને ધ્યાનમાં રાખીને તૈયારીઓ સુનિશ્ચિત કરવા માટે ભલામણ કરી.
દેશમાં માત્ર 10 દિવસમાં એક લાખ કેસ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશમાં માત્ર 10 દિવસમાં કોરોના વાયરસના કેસ બે લાખથી વધીને 3 લાખને પાર થઈ ગયા છે. એક દિવસમાં સૌથી વધુ 11458 કેસ સામે આવ્યાં બાદથી શનિવારે કોરોનાના કેસ વધીને 3,08,993 થઈ ગયાં. જ્યારે સંક્રમણથી એક દિવસમાં સંક્રમણથી 386 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં કુલ 8884 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યાં છે.
જો કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તરફથી અપાયેલા આંકડા મુજબ શનિવારે રાતે 10 વાગ્યાને 50 મિનિટ સુધી દેશમાં કોરોના વાયરસના સંક્રમણના 3.13 લાખ કેસ સામે આવ્યાં છે. તથા મૃતકોની સંખ્યા 9195 થઈ છે. શુક્રવારે રાતથી 14700થી વધુ કેસ વધ્યા છે. ઓછામાં ઓછા 452 લોકોના મોત થયા છે. જો કે 1.6 લાખથી વધુ લોકો સાજા થયા છે. જ્યારે લગભગ 1.5 લાખ લોકો સારવાર હેઠળ છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube