વૈજ્ઞાનિકો પણ ગોથુ ખાઈ ગયા તેવા લાઈટવાળા દેડકાની સત્ય હકીકત આવી સામે
- તમારી જિંદગીમાં એવો કોઈ દેડકો જોયો છે જેમાં લાઈટ થાય છે. સાથે જ આ લાઈટ ચાલુ બંધ પણ થઈ રહી છે.
- Nature is Lit નામના ટ્વિટર એકાઉન્ટ પરથી એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો
ઝી મીડિયા/બ્યૂરો :ચોમાસાની મોસમ છે. હંમેશા દેડકાનો ટર્ર ટર્ર અવાજ સાંભળવા મળે છે. અનેકવાર દેડકા પણ ઘરમાં આવી જતા હોય છે. પોતાના નાનકડા પગથી ઉંચી છલાંગ લગાવે છે. પણ શું તમે તમારી જિંદગીમાં એવો કોઈ દેડકો જોયો છે જેમાં લાઈટ થાય છે. સાથે જ આ લાઈટ ચાલુ બંધ પણ થઈ રહી છે. આવા દેડકાની તસવીર હાલ વાયરલ થઈ છે. લોકોને વિશ્વાસ નથી આવી રહ્યો, તો ખુદ પ્રાણીઓના એક્સપર્ટસ પણ ગોથુ ખાઈ ગયા હતા, કે પ્રાણી જગતમાં આવો દેડકો (Frog swallowed firefly) તો ક્યારેય જોયો નથી. કેટલાક લોકોએ આ દેડકાને ઈન્ટરનેટની ફેક તસવીર ગણાવી. સોશિયલ મીડિયા (viral video) પર જેણે આ તસવીર જોઈ તે ચોંકી ગયા. કારણ કે તેના પેટમાંથી હલકી હલકી રોશની થઈ રહી છે. પરંતુ હવે તેની હકીકત સામે આવી છે.
PM મોદીના જન્મદિવસ પર આ પણ વાંચો : ‘મોદીજી સાથે છે તો હિંમત આવશે જ...’ આ જુસ્સા સાથે દિવ્યાંગો સાઈકલ પર નીકળ્યા દિલ્હીની સફરે
દેડકાના પેટમાં લાઈટ
Nature is Lit નામના ટ્વિટર એકાઉન્ટ પરથી એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જેની કેપ્શન છે, જ્યારે એક દેડકો જુગનુ (આગિયા) ને ગળી ગયો (When a frog eats a firefly)
પીએમ મોદી જન્મદિવસ : રાજકોટની લકી બેઠકે જ પીએમ મોદીને મુખ્યમંત્રીના પદ સુધી પહોંચાડ્યા હતા
ટ્વિટર પર વીડિયો વાયરલ
આગિયા ગળી જનારા દેડકાનો આ વીડિયો ઈન્ટરનેટ પર તેજીથી વાયરલ થવા લાગ્યો છે. ટ્વિટર પર આ વીડિયોને 90 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. 14 સેકન્ડના આ વીડિયોમા એક દેડકો દિવાલ પર ચીપકેલો દેખાય છે. કેટલીક ક્ષણો બાદ તેના પેટમાં અચાનક રોશની ચમકવા લાગે છે. તેના બાદ આ રોશની બંધ થઈ જાય છે. આ રોશની એક નિયમિત સમયગાળામાં ચમકે છે.
મોદીજીનું આ રૂપ જોઈને રહી જતો દંગ, ક્લિક કરો તો તસવીરોમાં દેખાશે જાદુ...