ગરીબ છો અને કેન્સર થયુ છે તો ચિંતા ન કરો, આ સરકારી યોજના કરશે તમારી સારવાર
Ayushman Card : કેન્સર હવે વાયરસની જેમ માણસોમાં ઘૂસી ગયેલી બીમારી બની છે, તે નાના બાળકોથી લઈને મોટેરાઓને થઈ રહી છે, કેટલાક પરિવાર તો તોનો ખર્ચો ઉપાડી લે છે, પરંતુ કેટલાક માટે આ ખર્ચો ઉપાડવો શક્ય નથી, આવામાં કેન્દ્ર સરકારની એક યોજના છે, જેમાં આર્થિક રીતે નબળા કોઈ પણ વ્યક્તિ તેનો લાભ ઉઠાવી શકે છે
Government Schemes : દુનિયાભરમાં કેન્સર આજે પણ ખતરનાક બીમારી છે. જેની સારવાર આજે પણ શક્ય નથી. કેન્સરની સારવાર માટે લોકોના લાખો અને કરોડો રૂપિયા ખર્ચાઈ જાય છે. પરંતું કેટલાક કિસ્સાઓમાં જીવ બચી શક્તો નથી. કેન્સર નાના બાળકોથી લઈને મોટેરાઓમાં પણ થઈ રહ્યો છે. આ બીમારી થતા ભલભલા લોકોની હાલત ખરાબ થઈ જાય છે. આવામાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવાર માટે તેનો ખર્ચ ઉપાડવો મુશ્કેલ નબી જાય છે.
આવામાં કેન્દ્ર સરકારની અનેક એવી યોજનાઓ છે, જેમાં દરેક ગરીબ તેમજ મધ્યવર્ગીય પરિવારોને રાહત મળી શકે છે. આવામાં કેન્સર પીડિત માટે સરકાર કઈ યોજનાઓ ચલાવે છે, તેને લઈને બધા જાણવા માંગે છે, જેથી તેમનો પરિવાર કે આસપાસના કેન્સર પીડિત લોકો તેનો લાભ લઈ શકે.
શું છે આરોગ્યશ્રી યોજના
તમને જણાવી દઈએ કે, કેન્સર દર્દી સરકારની આ યોજના મારફતે પોતાની સારવાર કરાવી શકે છે. ભારતીય સરકારના સ્વાસ્થય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલય આ પ્રકારની યોજના ચલાવે છે. જેનાથી કેન્સર પીડિતોના આર્થિક રીતે મદદ મળી શકે. સરકારની આ યોજનાનું નામ છે આરોગ્યશ્રી યોજના. આ યોજનાનો લાભ કોઈ પણ કેન્સર દર્દીને મળશે.
અનંત-રાધિકાના લગ્નમાં બોમ્બની ધમકી આપનારો વડોદરાનો યુવક નીકળ્યો, થઈ ધરપકડ
આ રીતે ઉઠાવો યોજનાનો લાભ
- આ યોજનાનો લાભ ઉઠાવવા માટે કેન્સર દર્દીને આવેદન ફોર્મ ભરવાનું રહેશે. જે કોઈ પણ વિસ્તારના નજીકના સરકારી ઓફિસ કે ઓનલાઈન પણ મળી રહેશે.
- તેના બાદ ફોર્મમાં સારવાર, ટેસ્ટ અને હોસ્પિટલ સંબંધિત માહિતી લખીને તેને ભરી દો.
- આ બાદ તમને એક કાર્ડ અને રસીદ મળશે, જેની મદદથી તમે સારવાર શરૂ કરાવી શકશો.
- આ યોજના અંતર્ગત સર્જરી કરવા માટે 5 લાખ રૂપિયા અને કિમો થેરેપી જેવી સુવિધાઓ માટે 10 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાયતા મળી રહે છે.
આયુષ્યમાન કાર્ડથી કરાવો કેન્સરની સારવાર
તો બીજી તરફ આયુષ્યમાન યોજના અંતર્ગત કેન્સરની સારવાર માટે આર્થિક રાહત મળી રહે છે. જો કોઈ પણ આયુષ્યમાન કાર્ડ ધારકને કેન્સરના લક્ષણ દેખાય તો તે વ્યક્તિ આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત પોતાની સારવાર કરાવી શકે છે.
તમામ વૃદ્ધોને મળે છે આ યોજનાનો ફાયદો
ઉલ્લેખનીય છે કે, હાલમાં જ આયુષ્યમાન યોજનાના નિયમોમાં સરકારે કેટલાક બદલાવ કર્યાં છે. આ પહેલા આ યોજનાનો લાભ તમામ બીપીએલ વર્ગના લોકો કે કેટલાક એવા લોકો જેમની આવક બિલકુલ ન બરાબર છે, તેમને મળતી હતી. પરંતુ હવે આ યોજના અંતર્ગત 60 વર્ષથી ઉપરના વૃદ્ધોને પણ ફાયદો મળશે.
દેવું કરી ઘી પીતી ગુજરાત સરકારની તિજોરી ખાલી, કર્મચારીઓને ચૂકવવા પૈસા નથી