નવી દિલ્હી: કર્ણાટકમાં ત્રણ લોકસભા અને બે વિધાનસભા બેઠકો પર યોજાયેલ પેટા ચૂંટણીના મંગળવાપરે આવેલા નિર્ણયમાં કોંગ્રેસ+જેડીએસના ગઠબંધનથી મળેલી સફળતાથી ઉત્સાહીત રાજ્યના મુખ્યમંત્રી અને જેડીએસ નેતા કુમાર સ્વામીએ કહ્યું કે આ જીત લોકોનો અમારા પ્રત્યે વિશ્વાસ દર્શાવે છે અને આ જીત અમને અહંકારી બનાવતી નથી. સાથે તેમણે કહ્યું કે રાજ્યની 28 લોકસભા બેઠક પર આગામી ચૂંટણીમાં જીત નોંધાવવાનું લક્ષ્ય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે હું રાજ્ય અને કેન્દ્રમાં કોંગ્રેસ નેતાઓને અભિનંદન પાઠવું છું. સાથે જ જેડીએશના રાજ્યના નેતાઓ અને કાર્યકર્તાઓ, જેમને આ જીત માટે સાથે કામ કર્યું છે. ભાજપે જેડીએસ-કોંગ્રેસ ગઠબંધનને અપવિત્ર મૈત્રી ગણાવી હતી. પરંતુ તેમનું આ તર્ક આજે ખોટૂં સાબિત થયું. 



તેમણે વધુમાં જણાવ્યું કે આ ચૂંટણી પ્રથમ ચરણ હતી. આહીંયા 28 લોકસભા બેઠક છે. અમે કોંગ્રેસની સાથે મળીને આ બધી સીટોને જીતીશું અને તે અમારુ લક્ષ્ય છે. આ માત્ર એક ખાલી દાવો નથી, કેમકે આજે અમે જીત નોંધાવી છે. તે લોકોમાં અમારા પ્રત્યે વિશ્વાસ દર્શાવે છે. આ જીત અમને અહંકારી બનાવતી નથી.



મુખ્ય મંત્રીએ કહ્યું કે, મે ક્યારે પણ એવુ નથી કહ્યું કે ટીપૂ જયંતી માનાવો અથવા ન મનાવો. અમે બધાએ જ કહ્યું કે આ દેશમાં ઘણા બદા સમુદાયના લોકો રહે છે અને લોકો તેમના નેતાઓની જયંતી મનાવવાના માંગે છે. જો તેઓ (ભાજપ) ઉત્સવમાં ભાગ લેવાનું પસંદ નથી કરતા તો તેમના તેમાં ભાગ લેવાની કોઇ જરૂર નથી.