નવી દિલ્હી : આગામી બજેટમાં વ્યક્તિગત કરદાતાઓ માટે આવકવેરાની સીમા હાલના 2.5 લાખ રૂપિયાથી વધારે વધી શકે છે. આ સાથે જ 10 કરોડ રૂપિયાથી વધારે વાર્ષિક આવક પર 40 ટકાના ઉંચા દરથી આવકવેરા લગાવવામાં આવી શકે છે. કેપીએમજીનાં એક સર્વેમાં આ અનુમાન લગાવવામાં આવ્યું છે. કેપીએમજી (ઇન્ડિયા) ના 2019-20ના બજેટ પહેલા કરવામાં આવેલા આ સર્વેમાં અલગ અલગ ઉદ્યોગોના 226 લોકોનાં વિચાર  લેવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વિસ બેંકમાં બ્રિટનના લોકોના સૌથી વધારે પૈસા, ભારત 74મા સ્થાન પર !
સર્વેમાં રહેલા 74 ટકા લોકોએ મંતવ્ય વ્યક્ત કરવામાં આવ્યું છે કે, વ્યક્તિગત્ત આવકવેરાની છુટની સીમાને 2.5 લાખ રૂપિયાથી આગળ વધારવામાં આવશે. બીજી તરફ 58 ટકાનું કહેવું હતું કે, સરકાર 10 કરોડ રૂપિયાથી વધારેની કમાણી કરનારા સુપર રિચ લોકો પર 40 ટકાના ઉંચા દરથી કર લગાવવા અંગે વિચાર કરવામાં આવી શકે છે. 


VIDEO: પુલનું નિર્માણ ચાલી રહ્યું હતું અને અચાનક નદીમાં પુર આવ્યુ અને..
ભારતની રશિયા સાથે 200 કરોડની એંટી ટેંક મિસાઇલ ડીલ, 3 મહિનામાં થશે ડિલિવરી
સર્વેમાં 13 ટકાનું મંતવ્ય હતું કે, જુના કર માળખાને બદલવામાં આવી શકે છે, જ્યારે 10 ટકાએ કહ્યું કે, સંપત્તિના કર- એસ્ટેટ શુલ્કનો પુન: લાગુ કરવામાં આવવું જોઇએ. ઘરની માંગ વધારવા માટે 65 ટકા લોકોનું માનવું હતું કે બજેટમાં પોતાના મકાનમાં રહેતા મકાન પર મકાનની લોન પર ચુકવાયેલ વ્યાજ પર કપાતને બે લાખ રૂપિયાથી આગળ વધારવામાં આવી શકે છે. 


જય શ્રી રામ, વંદે માતરમના બહાને RSS પર વરસ્યા ઓવૈસી, કહ્યું હવે આ અટકવાનું નથી
બીજી તરફ 51 ટકાએ કહ્યું કે, સરકાર ઘર લોનની મુળ રકમની પુન ચુકવણી પર કલમ 80 સી હેઠળ હાલનાં 1.5 લાખ રૂપિયાની કર છુટ સીમામાંથી અલગ રકમ નિશ્ચિત કરી શકે છે. જો કે 53 ટકા લોકોનુ મંતવ્ય તે પણ હતું કે નાણા મંત્રી નિર્મલા સીતારમણ પાંચ જુલાઇએ રજુ થનારા બજેટમાં પ્રત્યક્ષ કરમાં મોટુ પરિવર્તન નહી કરે. બીજી તરફ 46 ટકાનું કહેવું હતું કે તમામ કંપનીઓ માટે કોર્પોરેટ કરના દરને ઘટાડીને 25 ટકા ન કરવામાં આવવું જોઇએ. ઉદ્યોગ મંડળ કંપની કરના દર ઘટાડવાની માંગ કરી રહ્યા છે.