ભારતની રશિયા સાથે 200 કરોડની એંટી ટેંક મિસાઇલ ડીલ, 3 મહિનામાં થશે ડિલિવરી

ભારત યુદ્ધ જેવી સ્થિતીને પહોંચી વળવા માટે દરેક સમયે તૈયાર રહેવું જોઇએ. આ જ ઉદ્દેશ્યથી ભારતીય વાયુસેનાએ રશિયાની સાથે એન્ટી ટેંક મિસાઇલ સ્ત્રમ અટાકા ડીલ સાઇન કરી છે. ભારતનો પ્રયાસ છેકે બાલકોટ એરસ્ટ્રાઇક બાદ જે પ્રકારનો ઘટનાક્રમ ભારત અને પાકિસ્તાન વચ્ચે બન્યો છે, તેવી સ્થિતીને પહોંચી વળવા માટે તૈયાર રહેવું જોઇએ. આ પ્રકારે એંટી ટેંક મિસાઇલને એમઆઇ-35 એટેક ચોપર્સની સાથે જોડવામાં આવશે. 
ભારતની રશિયા સાથે 200 કરોડની એંટી ટેંક મિસાઇલ ડીલ, 3 મહિનામાં થશે ડિલિવરી

નવી દિલ્હી : ભારત યુદ્ધ જેવી સ્થિતીને પહોંચી વળવા માટે દરેક સમયે તૈયાર રહેવું જોઇએ. આ જ ઉદ્દેશ્યથી ભારતીય વાયુસેનાએ રશિયાની સાથે એન્ટી ટેંક મિસાઇલ સ્ત્રમ અટાકા ડીલ સાઇન કરી છે. ભારતનો પ્રયાસ છેકે બાલકોટ એરસ્ટ્રાઇક બાદ જે પ્રકારનો ઘટનાક્રમ ભારત અને પાકિસ્તાન વચ્ચે બન્યો છે, તેવી સ્થિતીને પહોંચી વળવા માટે તૈયાર રહેવું જોઇએ. આ પ્રકારે એંટી ટેંક મિસાઇલને એમઆઇ-35 એટેક ચોપર્સની સાથે જોડવામાં આવશે. 

બાલકોટ એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાને બદલ્યું પ્લાનિંગ, આવુ હતું આયોજન
સરકારી સુત્રોએ સમાચાર એજન્સી એએનઆઇને જણાવ્યું કે, એંટી ટેંક મિસાઇલ સ્ત્રમ અટાકાને અધિગ્રહિત કરવાની ડીલ તે શરત સાથે સાઇન કરવામાં આવી છે કે દસ્તાવેજ પર હસ્તાક્ષર થયાનાં 3 મહિનાની અંદર જ આ પ્રકારે સપ્લાઇ કરવી પડશે. અધિકારીએ જણાવ્યું કે,  બંન્ને દેશોની વચ્ચે આ ડીલ 200 કરોડ રૂપિયાનાં ફાઇનલ થઇ છે. ત્યાર બાદ ભારતે એમઆઇ 35 ચોપર્સ શત્રુની ટેંક અને અન્ય હથિયારબંધ વાહનો પર હુમલો કરી શકશે. 

અલવરના MPનું હેલિકોપ્ટર બેકાબુ બનીને ગોળ ગોળ ફરવા લાગ્યું, માંડ માંડ બચ્યા, જુઓ VIDEO
એમઆઇ-35 ભારતીય વાયુસેનાના હુમલાખોર ચોપર્સ છે. આ ચોપરને અમેરિકાનાં અપાચે ગનશિપ્સ સાથે રિપ્લેસ કરવામાં આવશે. ભારત રશિયન મિસાઇલને અધિગ્રહિત કરવાની યોજના લાંબા સમયથી બનાવી રહી હતી, જો કે આશરે એક દશક બાદ આ ડીલ ખાસ શરત સાથે સાઇન કરવામાં આવી. ભારતની ત્રણેય સેનાઓની તરફ ઇમરજન્સી સ્થિતીને પહોંચી વળવા માટેની માંગણી મુદ્દે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે એક પ્રેઝન્ટેશન આપ્યું હતું. ભારતીય વાયુસેનાને આ મુદ્દે સૌથી વધારે મહત્વ આપવામાં આવ્યું, ત્યાર બાદ ભારતીય પાયદળનો નંબર છે. 

આઝમ ખાને નામ લીધા વગર જયા પ્રદા માટે ખુબ જ આપત્તિજનક શબ્દો વાપર્યા
બીજી તરફ ભારતીય આર્મીની ઇમરજન્સી પરિસ્થિતી હેઠળ ફ્રાંસના સ્પાઇક એન્ટી ટેંક ગાઇડેડ મિસાઇલ અને રશિયા પાસેથી એલજીએલએ-એસ એર ડિફેન્સ મિસાઇલ ડીલને ફાઇનલ કરવાની પ્રક્રિયામાં છે. સરકારી સુત્રોનું કહેવું છે કે ઇમરજન્સી સ્થિતીમાં ત્રણેય સેનાના પ્રમુખોને આ શક્તિ આપવામાં આવી છે કે તેઓ ત્રણ મહિનામાં સપ્લાયની શરતો સાથે 300 કરોડ રૂપિયા સુધીની ડીલ ફાઇનલ કરી શકે છે. 

મેરઠમાં કોઈ પણ હિન્દુ પરિવારનું પલાયન થયું નથી: CM યોગી આદિત્યનાથ 
રશિયા સાથે ફાઇનલ કરી હતી S-400 ડીલ
આ અગાઉ ભારતે રશિયાની સાથે એસ 400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની ખરીદી પણ ફાઇનલ કરી ચુક્યું છે. એસ 400 રશિયાની સૌથી આધુનિક લાંબા અંતરથી હવામાં માર કરનારી મિસાઇલ સંરક્ષણ પ્રણાલી છે. રશિયાથી 2014માં આ પ્રણાલી ખરીદનારો ચીન સૌથી પહેલો દેશ હતો. ભારત અને રશિયા ગત્ત વર્ષે ઓક્ટોબરમાં પાંચ અબજ ડોલર એસ 400 વાયુ સંરક્ષણ પ્રણાલી સોદા પર હસ્તાક્ષર કર્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news