જય શ્રી રામ, વંદે માતરમના બહાને RSS પર વરસ્યા ઓવૈસી, કહ્યું હવે આ અટકવાનું નથી

ઓવૈસીએ આરોપ લગાવ્યો કે આ ઘટનાઓ પાછળ જે પણ સંગઠન છે તેનો સંબંધ સંઘ પરિવાર સાથે છે

જય શ્રી રામ, વંદે માતરમના બહાને RSS પર વરસ્યા ઓવૈસી, કહ્યું હવે આ અટકવાનું નથી

નવી દિલ્હી : પોતાના વિવાદિત નિવેદન મુદ્દે સમાચારમાં રહેનારા એઆઇએમઆઇએમ પ્રમુખ અસીદુદ્દીન ઓવૈસીએ એકવાર ફરીથી જયશ્રી રામ અને વંદે માતરમના બહાને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ) પર શાબ્દિક પ્રહાર કર્યો છે. ઓવૈસીએ કહ્યું કે, જયશ્રી રામ અને વંદે માતરમ નહી બોલવાનાં કારણે લોકોને માર મારવામાં આવી રહ્યો છે. એટલું જ નહી તેમણે એટલે સુધી કહ્યું કે, તેના મુદ્દે માત્ર દલિત અને મુસ્લિમ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. 

બાલકોટ એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાને બદલ્યું પ્લાનિંગ, આવુ હતું આયોજન
હવે આ એપિસોડ્સ અટકવાનાં નથી
ઓવૈસીએ આરોપ લગાવ્યો કે આ ઘટનાઓ પાછળ જે પણ સંગઠન છે તેનો સંબંધ સંઘ પરિવાર (આરએસએસ)માંથી છે. ઓવૈસીએ કહ્યું કે, હું તો આ વાતને જવાબદારીથી કહી રહ્યો છું કે જય શ્રી રામ વાળા એપિસોડ હવે અટકવાનાં નથી પરંતુ વધારે વધવાનાં છે. JSR અને VM ન કહેનારાને મારવામાં આવી રહ્યા છે. ઓવૈસીએ કહ્યું કે, તેનો સંપુર્ણ સંબંધ સંઘ પરિવાર સાથે છે. 
અલવરના MPનું હેલિકોપ્ટર બેકાબુ બનીને ગોળ ગોળ ફરવા લાગ્યું, માંડ માંડ બચ્યા, જુઓ VIDEO

આઝમ ખાને નામ લીધા વગર જયા પ્રદા માટે ખુબ જ આપત્તિજનક શબ્દો વાપર્યા
ઓવૈસીએ કહ્યું કે, વડાપ્રધાન માત્ર કહી રહ્યા છે પરંતુ અટકાવી નથી રહ્યા. નકવી સાહેબ કહે છે કે આ કમ્યુનલ એંગલથી ન જોવામાં આવે શું તેમને દેખાતુ નથી કે વિક્ટિમ કોણ છે ? ક્યારેક પોલીસ સ્ટેશનમાં મુસ્લિમને માર મારવામાં આવે છે કારણ કે તેને જેએસઆરનો નારો પણ નથી લગાવ્યો. અનેક કારણોથી મુસ્લિમો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news