શ્રીનગરઃ જમ્મૂ-કાશ્મીરના પુંછ જિલ્લાના ખારી ખમરારા સેક્ટરમાં શુક્રવારે LoC પર પાકિસ્તાને ગોળીબારી કરી, જેમાં 3 નાગરિકોના મોત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણવા મળી રહ્યું છે કે ખારી ખમરારા સેક્ટમાં પાકિસ્તાનની ગોળીબારીની ઝપેટમાં મોહમ્મદ રફીકનુ ઘર આવી ગયું. તેમાં મોહમ્મદ રફીક (58), તેની પત્ની રાફિયા બી (50) અને તેના પુત્ર ઇરફાન (15/16)નુ ઘટનાસ્થળે મોત થઈ ગયું હતું. 


મહત્વનું છે કે એલઓપી પર પાકિસ્તાની સેના સતત નાપાક હરકત કરી રહી છે. પુંછ જિલ્લાના બાલાકોટે સેક્ટરમાં 8 જુલાઈએ પણ પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. જેમાં એક નાગરિકનું મોત થયું તો બીજાને ગંભીર રૂપથી ઈજા પહોંચી હતી. 


છેલ્લા એક મહિનામાં પાકિસ્તાન ઘણીવાર સીઝફાયરનું ઉલ્લંઘન કરી ચુક્યું છે. 30 જૂને પણ પાકિસ્તાન તરફથી બારામૂલા જિલ્લાના નૌગામ સેક્ટરમાં ગોળીબારી કરવામાં આવી હતી. ભારતીય સેનાના ચિનાર કોર્પ્સ પ્રમાણે પાકિસ્તાન તરફથી 30 જૂનની સવારે મોર્ટાર ગુમલો કરવામાં આવ્યો હતો. તેનો સેનાએ વળતો જવાબ આપ્યો હતો. 


ખરીદ-વેચાણ કેસમાં પાયલટ ખેમા સાથે પૂછપરછ કરવા પહોંચેલી SOGની ટીમ ખાલી હાથ પરત ફરી


કુપવાડામાં ઘુષણખોરીનો પ્રયાસ નિષ્ફળ
જમ્મૂ-કાશ્મીરના કુપવાડામાં 16 જુલાઈએ ભારતીય સેનાએ એલઓપીની પાસે આતંકીઓના ઘુષણખોરીના પ્રયાસને નિષ્ફળ બનવ્યો હતો. આ ઓપરેશનમાં સુરક્ષાદળોએ આતંકવાદીને ઠાર કર્યો હતો.


કુપવાડાના કેરન સેક્ટરમાં ગુરૂવારે સવારે નિયંત્રણ રેખાને પાર કેટલાક અજાણ્યા લોકોની શંકાસ્પદ હરકતની માહિતી મળી હતી. સુરક્ષાદળોએ ઘુષણખોરી કરવાના પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. બાદમાં આ પ્રયાસને પણ નિષ્ફળ બનાવ્યો હતો. આ ઓપરેશનમાં એક આતંકવાદી માર્યો ગયો જ્યારે એક એકે 47 રાયફલ જપ્ત થઈ હતી. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube