Three Month Baby Filed Application To Get Mother Love: માતાન પ્રેમ, સ્નેહ અને દેખરેખથી વંચિત કરવામાં આવેલા ત્રણ મહિનાના બાળકે કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. આ મામલે હાઈકોર્ટે બાળકની અરજી પર જવાબ દાખલ ન કરવા પર કડક વલણ અપનાવ્યું છે. તેને ગંભીરતાથી લેતા કોર્ટે ઉત્તર દિલ્હીના નગર નિગમ તેમજ અન્ય પક્ષકારોને વન વિભાગ સમક્ષ 25 હજાર રૂપિયા જમા કરાવાની શરત પર જવાબ દાખલ કરવા માટે તક આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાળકે વકીલના માધ્યમથી દાખલ અરજીમાં કહ્યું છે કે, તેની માતા ઉત્તર દિલ્હી નગર નિગમની કર્મચારી છે. સાથે જ કહ્યું છે કે માતા-પિતાની ત્રીજી સંતાન હોવાને કારણે તે તેની માતાના પ્રેમ, સ્નેહ અને દેખરેખથી વંચિત થઈ ગયો છે. કેમ કે તેના એમ્પ્લોયરે તેણીને પ્રસૂતિ રજા આપવાની ના પાડી દીધી છે. જે તેના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. ત્રીજી સંતાન હોવાને કારણે મહિલાને નગર નિગમે પ્રસૂતિ રજા આપવાની ના પાડી છે.


WHO એ જાહેર કર્યો ચોંકાવનારો રિપોર્ટ, હોસ્પિટલમાં ઇન્ફેક્શનથી મોતનો ખતરો વધારે


જસ્ટિસ નઝ્મી વઝીરી તેમજ સ્વર્ણકાંતા શર્માની બેન્ચે કહ્યું છે કે અગાઉની સુનાવણી પર નોટિસ સ્વિકાર કર્યા બાદ પણ નગર નિગમ અને અન્ય પ્રતિવાદિયોએ જવાબ આપ્યો નથી. જ્યારે આ ઘણો ગંભીર મામલો છે. બેન્ચે કહ્યું કે આ મામલો તાકીદનો છે કારણ કે નાની ઉંમરે અરજદારને પીડા ભોગવવી પડે છે જ્યારે પ્રત્યેક વિતતા દિવસની સાથે તે તેની માતાના પ્રેમ તેમજ સાળસંભાળથી વંચિત થઈ રહ્યો છે.


કોરોના મહામારીથી ફરી દેશમાં ચિંતાના વાદળો ઘેરાયા, છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં જાણો કેટલા કેસ નોંધાયા


અરજીકર્તાએ અરજીમાં માતા-પિતાનો પ્રેમ મેળવવા માટે ભારતના બધારણની કલમ 14 અને 21 હેઠળ પોતાના અધિકારોનો દાવો કર્યો છે. બાળકે અરજીમાં માતાને પ્રસૂતિ રજા આપવાની માંગ કરી છે. બીજી તરફ એનડીએમસીએ કેન્દ્રીય સિવિલ સેવા 1972 ના નિયમ 43(1) પર પોતાના નિર્ણયનો આધાર ગણાવ્યો કે બેથી ઓછા જીવિત બાળકોવાળી મહિલા જે સરકારી કર્મચારી હોય તેને 180 દિવસ માટે પ્રસૂતિ રજા આપી શકાય છે. આ મામલે કોર્ટે કાયદાકીય અભિપ્રાય આપવા માટે વકીલ શાહરૂખ આલમને ન્યાય મિત્ર નિયુક્ત કર્યા છે.


મન્નુએ શરૂ કરી કોન્ડોમ વચેવાની જોબ, લગ્ન જીવનમાં પેદા થયો તણાવ અને પછી...


કોર્ટે વન સંરક્ષણને એનડીએમસી તેમજ અન્ય દ્વારા આપવામાં આવેલા પૈસાથી વૃક્ષ લગાવવાનો આદેશ આપ્યો છે. સાથે જ કહ્યું છે કે, વૃક્ષની લંબાઈ છ ફૂટથી ઓછી ન હોવી જોઇએ. આ વૃક્ષ દક્ષિણ ભાગમાં લગાવવાનો આદેશ આપ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube