નવી દિલ્હી: વિજય દિવસના (Vijay Diwas) અવસર પર આજે ત્રણેય સેનાના પ્રમુખોએ દિલ્હી સ્થિત રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક (National War Memorial) પર પહોંચીને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. આ દરમિયના સેના પ્રમુખ જનરલ બિપિન રાવત, વાયુસેનાના પ્રમુખ આરકેએસ ભદોરિયા અને નૌસેના પ્રમુખ એડમિરલ કરમબીર સિંહ સહિત કેંદ્વીય રક્ષા રાજ્ય મંત્રી શ્રીપદ નાઇક પણ હાજર રહ્યા હતા. 


નરેંદ્ર મોદીએ પણ ટ્વિટ કરીને વિજય દિવસના અવસર પર સેનાના શૌર્ય અને સાહસને નમન કર્યું હતું. 


પાકિસ્તાનમાં પંજાબ અને સિંધના ઘણા વિસ્તારોમાં ભારતીય સેનાનો કબજો થઇ ગયો હતો. આપણી ફૌજ નિયંત્રણ રેખાને પાર કરીને પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં પણ ઘણા કિલોમીટર અંદર સુધી ચાલી ગઇ હતી. કુલ મળીને પાકિસ્તાનની 15 હજાર વર્ગ કિલોમીટર જમીન ભારત પાસે આવી ગઇ હતી. આ એટલી જમીન હતી...જેમાં દિલ્હી જેવા 10 હજાર શહેર વસાવી શકાય. અથવા તો નાગલેંડ જેવડું એક રાજ્ય બનાવી શકાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનની આકરી હાર હતી. પરંતુ જ્યારે ભારતની આ વિશાળ જીત બાદ પાકિસ્તાનને ટેબલ પર સમાધાન માટે આવવું પડ્યું...તો આપણે ઘણી એવી વાતોને મનાવવામાં નિષ્ફળ રહ્યા, જે કાશ્મીરનો મુદ્દો હંમેશા માટે ખતમ કરી દેતી. 


શિમલા કરાર
ડિસેમ્બર 1971માં 13 દિવસ સુધી ચાલી રહેલા યુદ્ધના 6 મહિના બાદ 2 જુલાઇ 1972ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે શિમલા કરાર થયો હતો. આ કરારમાં લખવામાં આવ્યું હતું કે બંને પક્ષ તમામ વિવાદ શાંતિપૂર્ણ રીતે ઉકેલવામાં આવશે. દરેક મતભેદને દ્વિપક્ષીય રીતે ઉકેલવામાં આવશે. બંને દેશ એકબીજાના આંતરિક મુદ્દામાં દખલગિરી નહી કરે. અને જમ્મૂ-કાશ્મીરમાં નિયંત્રણ રેખાનું ઉલ્લંઘન કરવામાં નહી આવે. 


1971નું યુદ્ધ જીત્યા બાદ ભારત ઇચ્છતુ તો પાકિસ્તાન પર કાશ્મીરને લઇને દબાણ બનાવી શકતું હતું. પરંતુ ત્યારે શિમલા કરારમાં ઇન્દિરા ગાંધીએ સદભાવના દાખવતાં પાકિસ્તાનને બધી જ જમીન પરત કરી દીધી હતી. એટલા માટે જો ડિપ્લોમેસીમાં તેને ભારતની હાર ન કહી શકાય....તો તેને મોટી જીત પણ ન કહી શકાય. પરંતુ Article 370 હટાવ્યા બાદ આજે દેશમાં વિપક્ષ...ખાસકરીને કોંગ્રેસ અને ઘણા બુદ્ધિજીવી શિમલા કરારની વાત કરી રહ્યા છે.


પાક બતાવ્યું પોતાનું રૂપ
વર્ષ 1972માં જુલ્ફિકાર અલી ભુટ્ટો પાકિસ્તાનના રાષ્ટ્રપતિ હતા... અને તેમની સાથે પૂર્વ વડાપ્રધાનમંત્રી ઇન્દીરા ગાંધીએ શિમલા કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. પાકિસ્તાન ઓળખે છે કે આંતરરાષ્ટ્રીય નિયમો અનુસાર ભારત પાકિસ્તાનના 90 હજાર સૈનિકોને પરત મોકલવા પડશે...અને જો પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની જમીન ભારત પાસે રહી ગઇ...તો તેને પરત લેવી મુશ્કેલ થઇ જશે...પરંતુ ભારતને લાગ્યું કે પાકિસ્તાનને પોતાના 90 હજાર સૈનિકોની વધુ ચિંતા છે. જ્યારે એવું ન હતું.


જે દેશે કારગિલના યુદ્ધ મોતને ભેટલા પોતાના સૈનિકોની લાશ લેવાની ના પાડી હતી...તે પાકિસ્તાને 1971માં યુદ્ધમાં બંધી બનાવવામાં આવેલા 90 હજાર સૈનિકો પરત લેવામાં કોઇ રસ દાખવ્યો નહી. પાકિસ્તાનને ફક્ત પોતાની જમીનની ચિંતા હતી. શિમલા કરારને લઇને પાકિસ્તાનની નિયત સ્પષ્ટ હોત તો તે ભારત સાથે સારા સંબંધ રાખી શકતું હતું, બંને દેશ સાથે-સાથે વિકાસ કરતા. પરંતુ પાકિસ્તાને ભારત સાથે દુશ્મની ચાલુ રાખી, અને 90ના દાયકામાં કાશ્મીરમાં આતંકવાદ ફેલાવીને તેને ભારતના Thousand Cuts એટલે કે હજારો જખમવાળી નીતિ પર કામ શરૂ કરી દીધું. પરંતુ ભારત સાથે નફરતના જોરે પાકિસ્તાન ધીરે-ધીરે નરકમાં બદલાઇ ગયું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube