Pulwama Encounter: જમ્મુ કાશ્મીરના પુલવામાના પાહુ વિસ્તારમાં ભારતીય સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. જેમાં સેનાએ વધુ એક આતંકીને ઠાર માર્યો છે. જો કે, કાશ્મીરના આઇજીપી વિજય કુમારે એન્કાઉન્ટની જાણકારી આપતા કહ્યું હતું કે, આ એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના 3 આતંકીઓ ફસાયા છે. ત્યારે સેના દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાતમીદારો પાસેથી ભારતીય સેનાને આતંકી છૂપાયા હોવાની જાણકારી મળી હતી. જેના આધાર પર સેના અને કાશ્મીર પોલીસે સાથે મળીને સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન આતંકીઓએ સેના અને પોલીસ પર ગોળીબાર શરૂ કર્યો હતો. જેના જવાબમાં સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી ફાયરિંગ શરૂ કર્યું હતું.


મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ, CM ઉદ્ધવ ઠાકરેને કહ્યા નવા દાઉદ


જો કે, કાશ્મીરના આઇજીપી વિજય કુમારે એન્કાઉન્ટની જાણકારી આપતા કહ્યું હતું કે, આ એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના 3 આતંકીઓ ફસાયા છે. જેન લઇને સેના દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.


સુપર સ્ટાર યશે ફેન્સને કર્યા આશ્ચર્યચકિત, સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે આ વીડિયો


જો કે, આ સર્ચ ઓપરેશન દરમિયાન ભારતીય સેના અને કાશ્મીર પોલીસે ભેગા મળીને ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે. અત્યાર સુધીમાં માર્યા ગયેલા તમામ આતંકી પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર સાથે જોડાયેલા હતા. સેના દ્વારા હજુ પણ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.


IPL 2022 માં આ 3 ખેલાડી પોતાના દમ પર બદલી શકે છે આખી મેચ, હજુ સુધી નથી મળ્યો રમવાનો ચાન્સ


ઉલ્લેખનીય છે કે, આ અગાઉ શનિવારે દક્ષિણ કુલગામમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટ થયું હતું. જેમાં જૈશ-એ-મોહમ્મદ સંગઠનના 2 પાકિસ્તાની આતંકીઓને સુરક્ષા દળોએ ઠાર માર્યા હતા. તમને જણાવી દઈએ કે, 3 દિવસમાં ખીણમાં અલગ-અલગ બે અન્કાઉન્ટરમાં જવાનોએ 6 આતંકીઓને ઠાર માર્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube