J&K: કાશ્મીરમાં LoC પર પાક તરફથી ભારે ગોળીબાર, સેનાના ત્રણ જવાન શહીદ
Jammu and Kashmirમા પાકિસ્તાન તરફથી ભારે ગોળીબારી બાદ અહીં તણાવની સ્થિતિ છે. એલઓસી પાસે આવેલા વિસ્તારમાં પાકિસ્તાનના ગોળીબાર બાદ 3 ભારતીય જવાન શહીદ થયા છે.
શ્રીનગરઃ જમ્મૂ-કાશ્મીરમાં ગુરૂવારે પાકિસ્તાન તરફથી થયેલી ભારે ગોળીબારીમાં ભારતીય સેનાના ત્રણ જવાન શહીદ થઈ ગયા છે. સીઝફાયર ઉલ્લંઘનની ઘટનાઓ ઉત્તર કાશ્મીરના કુપવાડા અને જમ્મૂ ડિવિઝનના પુંછ જિલ્લામાં થઈ છે. પાકિસ્તાન તરફથી થયેલી ગોળીબારી બાદ એલઓસી પર તણાવની સ્થિતિ બની ગઈ છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, પાકિસ્તાન તરફથી જમ્મૂ-કાશ્મીરના કુપવાડા સ્થિત નૌગામ સેક્ટર અને પુંછ જિલ્લાના કેજી સેક્ટરમાં બુધવાર મોડી રાતથી ગોળીબારી કરવામાં આવી રહી છે. પાકિસ્તાન તરફથી આ વિસ્તારમાં થયેલ ફાયરિંગ બાદ ભારે તણાવનો માહોલ બનેલો છે. પાકિસ્તાની સેનાના જવાનોએ અહીં પર રહેણાંક વિસ્તારમાં પણ ગોળીબાર કર્યો છે.
Hathras Case: ADG પ્રશાંત કુમાર બોલ્યા- યુવતીનો બળાત્કાર નથી થયો, ગળામાં ઈજાને કારણે થયું મોત
ગ્રામીણોને સુરક્ષિત સ્થાન પર કરવામાં આવ્યા શિફ્ટ
પાકિસ્તાન તરફથી ગોળીબારી વચ્ચે જવાબી કાર્યવાહીમાં પુંછમાં સેનાનો એક જવાન ઈજાગ્રસ્ત થયા બાદ શહીદ થયો છે. આ સિવાય નૌગામ સેક્ટરમાં બે જવાન શહીદ થયા છે. નિયંત્રણ રેખા પર થયેલી ગોળીબારી બાદ એલઓસી અને સરહદ પર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય નિયંત્રણ રેખાની પાસે આવેલા રહેણાંક વિસ્તારોમાં ગ્રામીણોને સુરક્ષિત સ્થળ પર શિફ્ટ પણ કરવામાં આવ્યા છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube