નવી દિલ્હી: સમગ્ર દેશ હાલમાં ભારે ગરમીનો સામનો કરી રહ્યો છે. ઉત્તર ભારતના કેટલાક ભાગમાં તાપમાન 50 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે. ત્યારે ચોમાસાની રાહ જોતા લોકોને વધારે રાહ જોવી પડી શકે છે. આ બધા વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુરૂવારે હવામાન વિભાગ દ્વારા દેશના કેટલાક ભાગમાં ભારે વાવાઝોડું આવવાની સંભાવના દર્શાવવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં TMC કાર્યકર્તાની હત્યા, BJP પર લાગ્યો આરોપ


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પંજાબ, ચંડીગઢ, હરિયાણા, દિલ્હી અને પૂર્વ ઉત્તર પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં વાવાઝોડો સાથે ભારે પવન ફૂંકાઇ શકે છે. તે દરમિયાન પવનની ગતી 30-40 કિમી પ્રતિ કલાકની હોઇ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ ભીષણ ગરમી અને સૂર્યના તેજ કિરણોથી આ વિસ્તારના લોકોને મોટી રાહત મળી શકે છે.


વધુમાં વાંચો: શિવસેનાએ કરી અમિત શાહની પ્રસંશા, ‘કહ્યું- ગૃહમંત્રીએ મોટા ઓપરેશનની નીતિ બનાવી’


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વખતે ચોમાસું એક અઠવાડિયાના વિલંબમાં આવી શકે છે. હવે કેરળમાં તેના 8 જૂન સુધીમાં આવવાની સંભાવના છે. સામાન્ય રીતે ચોમાસું 1 જૂને કેરળમાં પહોંચી જાય છે અને આ સાથે જ સત્તાવાર રીતે ચાર મહિના માટે વરસાદની શરૂઆત થાય છે.


વધુમાં વાંચો: PM મોદીની શપથવિધિમાં શરદ પવારની ગેરહાજરી અંગે થયો મોટો ખુલાસો, 'V'ને સમજી લીધો 5


આઇએમડીએ ચોમાસાને લઇને બુલેટિનમાં કહ્યું છે કે, ઉત્તર તરફથી ધીરે ધીરે વધી રહેલી અનુકૂળ સંભાવનાઓના કારણે 8 જૂનની આસપાસ કેરળના દક્ષિણ-પશ્ચિમમાં ચોમાસાની શરૂઆત થવાની આશા છે. આગામી ત્રણ-ચાર દિવસમાં ઉત્તર પૂર્વ રાજ્યોના કેટલાક ભાગોમાં દક્ષિણ પશ્ચિમમાં ચોમાસાને લઇને અનુકૂળ સ્થિતિ બનાવવાની સંભાવના છે.


વધુમાં વાંચો: જમ્મુ-કાશ્મીરમાં સીમાંકન પ્રક્રિયાનું કોંગ્રેસે કર્યું સમર્થન, આપ્યું મહત્વનું નિવેદન


હવામાન વિભાગે મંગળવારે કહ્યું હતું કે, 7 જૂને ચોમાસું શરૂ થઇ શકે છે. હવામાન આગાહી કરનાર ખાનગી એજન્સી સ્કાઇમેટે શનિવારે જાહેરાત કરી હતી કે, 4 જૂન અને 7 જૂન વચ્ચેના ચોમાસું આવવાની આશા છે. ઉત્તર ભારતમાં ભીષણ લૂનો પ્રકોપ બુધવારે પણ યથાવત રહ્યો હતો. રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં કેટલીક જગ્યાએ પારો 47 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયો હતો. આ ક્ષેત્રોમાં કેટલીક જગ્યાએ વરસાદી છાંટા થયા હતા, પરંતુ તેનાથી તાપમાન પર કોઇ અસર થઇ ન હતી.


જુઓ Live TV:- 


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...