PM મોદીની શપથવિધિમાં શરદ પવારની ગેરહાજરી અંગે થયો મોટો ખુલાસો, 'V'ને સમજી લીધો 5

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 30મી મેના શપથ ગ્રહણ સમારોહમાં સત્તા પક્ષથી લઈને વિપક્ષના અનેક નેતાઓ હાજર રહ્યાં. પરંતુ એનસીપી અધ્યક્ષ શરદ પવારની ગેરહાજરી સૂચક રહી. ત્યારે મીડિયામાં એવા અહેવાલો હતાં કે તેમને પાછળની લાઈનમાં જગ્યા ફાળવવામાં આવી હતી જેના કારણે તેઓ આવ્યાં નહીં. પરંતુ હવે રાષ્ટ્રપતિ ભવને આ અંગે સ્પષ્ટતા કરી છે. 
PM મોદીની શપથવિધિમાં શરદ પવારની ગેરહાજરી અંગે થયો મોટો ખુલાસો, 'V'ને સમજી લીધો 5

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 30મી મેના શપથ ગ્રહણ સમારોહમાં સત્તા પક્ષથી લઈને વિપક્ષના અનેક નેતાઓ હાજર રહ્યાં. પરંતુ એનસીપી અધ્યક્ષ શરદ પવારની ગેરહાજરી સૂચક રહી. ત્યારે મીડિયામાં એવા અહેવાલો હતાં કે તેમને પાછળની લાઈનમાં જગ્યા ફાળવવામાં આવી હતી જેના કારણે તેઓ આવ્યાં નહીં. પરંતુ હવે રાષ્ટ્રપતિ ભવને આ અંગે સ્પષ્ટતા કરી છે. 

નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં પાંચમી લાઈનનો પાસ મળવાના કારણે શરદ પવારે રાષ્ટ્રપતિ ભવનમાં થનારા આ સમારોહના બહિષ્કાર કર્યો હોવાના અહેવાલો હતા. પરંતુ રાષ્ટ્રપતિ ભવને કહ્યું કે શરદ પવારના કાર્યાલયમાં કોઈએ 'V'નો અર્થ રોમન શબ્દ મુજબ 5મી હરોળ સમજી લીધો. આ ખોટી જાણકારીના કારણે પવાર સમારોહથી દૂર રહ્યાં. 

જુઓ LIVE TV

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં શરદ પવાર સામેલ ન થયાના કેટલાક દિવસો વીતી ગયા બાદ હવે આ મામલે રાષ્ટ્રપતિ ભવન તરફથી સ્પષ્ટીકરણ આવ્યું છે. રાષ્ટ્રપતિ ભવન તરફથી પ્રેસ સેક્રેટરી અશોક મલિકે ટ્વિટ કરીને આ જાણકારી આપી. તેમણે લખ્યું કે શરદ પવારની સીટ પહેલી હરોળની વીવીઆઈપી સેક્શનમાં હતી. શરદ પવારને પાસ V એટલે કે પહેલી હરોળની સીટ અપાઈ હતી. V નંબરનો પાસ એટલે કે પાંચમી પંક્તિનો પાસ નથી. તે VVIP હતો. તેમની ઓફિસમાં કોઈએ આ V રોમન શબ્દનો અર્થ પાંચમી હરોળ સમજી લીધો હશે, જે V એટલે કે VVIP હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news