જમ્મુ-કાશ્મીરમાં સીમાંકન પ્રક્રિયાનું કોંગ્રેસે કર્યું સમર્થન, આપ્યું મહત્વનું નિવેદન

કોંગ્રેસે જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં સીમાંકન પ્રક્રિયાનું આજે સમર્થન કર્યું અને કહ્યું કે આ પ્રક્રિયાને બને તેટલા ઓછા સમયમાં પૂરી કરવી જોઈએ.

જમ્મુ-કાશ્મીરમાં સીમાંકન પ્રક્રિયાનું કોંગ્રેસે કર્યું સમર્થન, આપ્યું મહત્વનું નિવેદન

જમ્મુ: કોંગ્રેસે જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં સીમાંકન પ્રક્રિયાનું આજે સમર્થન કર્યું અને કહ્યું કે આ પ્રક્રિયાને બને તેટલા ઓછા સમયમાં પૂરી કરવી જોઈએ. જમ્મુ અને કાશ્મીર કોંગ્રેસની આ ટિપ્પણી એ અહેવાલો બાદ આવી છે કે જેમાં કહેવાયું છે કે કેન્દ્ર સરકાર વિધાનસભા વિસ્તારોના દાયરા અને આકારના પુર્ન નિર્ધારણ તથા અનુસૂચિત જાતિઓ માટે અનામત બેઠકોની સંખ્યા નિર્ધારીત કરવા માટે સીમાંકન આયોગની રચના પર વિચાર કરી રહી છે. 

જમ્મુ અને કાશ્મીર પ્રદેશ કોંગ્રેસ કમિટીના મુખ્ય પ્રવક્તા રવિન્દર શર્માએ કહ્યું કે, "પાર્ટી રાજ્યમાં વિધાનસભા ચૂંટણી અગાઉ સમયબદ્ધ રીતે જેમ બને તેમ જલ્દી સીમાંકનના પક્ષમાં છે." તેમણે કહ્યું કે સીમાંકનનું કામ બંધારણ મુજબ થવું જોઈએ અને કાયદા હેઠળ માપદંડો તથા પ્રક્રિયાનું ધ્યાન રાખતા વસ્તી, ક્ષેત્ર, વિસ્તારો અને આ પ્રકારના અન્ય માનકો પર વિચાર કરીને પ્રત્યેક ક્ષેત્રની સાથે સંપૂર્ણ ન્યાય સુનિશ્ચિત થવો જોઈએ. 

જુઓ LIVE TV

શર્માએ કહ્યું કે, "કેન્દ્રમાં ભાજપની સરકાર પૂર્ણ બહુમતથી આવી છે અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે. આથી સીમાંકનની પ્રક્રિયા જલદી શરૂ કરવી જોઈએ અને વિધાનસભા ચૂંટણી પહેલા જ તેને પૂરી કરી લેવી જોઈએ." 

જો કે  કોંગ્રેસે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ પર શંકા પણ વ્યક્ત કરી છે તથા કહ્યું કે આ ભગવા પાર્ટીનો વધુ એક ચૂંટણી પેંતરો હોવો જોઈએ નહીં. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મંગળવારે જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ પર વિસ્તૃત રજુઆત કરવામાં આવેલી છે. કહેવાય છે કે ભાજપ વિધાનસભામાં જમ્મુ વિસ્તારની વધુ સીટો રાખવા માટે સીમાંકન પર ભાર મૂકી રહ્યો છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news