દેશમાં કોરોના સંક્રમણના 7447 દર્દી, 24 કલાકમાં 40 લોકોના મોત: સ્વાસ્થ્ય મંત્રાલય
દેશભરમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. દેશમાં કોરોના દર્દીની સંખ્યા વધીને 7447 થઈ ગઈ છે. આ મહામારીથી અત્યાર સુધીમાં 239 લોકોના મોત થયા છે. 642 દર્દી સ્વસ્થ થયા છે. છેલ્લા 24 કલાકમાં 40 લોકોન મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે આ જાણકારી આપી છે.
નવી દિલ્હી: દેશભરમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. દેશમાં કોરોના દર્દીની સંખ્યા વધીને 7447 થઈ ગઈ છે. આ મહામારીથી અત્યાર સુધીમાં 239 લોકોના મોત થયા છે. 642 દર્દી સ્વસ્થ થયા છે. છેલ્લા 24 કલાકમાં 40 લોકોન મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે આ જાણકારી આપી છે.
અગ્રવાલે જણાવ્યું કે, કોરોનાની સામે ભારતનો વિચાર પ્રોએક્ટિવ રહ્યો છે. દેશમાં 1 લાખથી વધારે બેડ કોરોના દર્દી માટે ઉપલબ્ધ છે. કોરોનાની સારવાર માટે 586 હોસ્પિટલ બનાવાયા છે. હોસ્પિટલોમાં માસ્ક, કવરોલની પુરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
અગ્રવાલે વધુમાં જણાવ્યું કે, સ્થિતિના આધાર પર અમે કામ કરી રહ્યાં છીએ. રાજ્યોની સાથે પીપીઈ અને એન95 માસ્કની સાથે વેન્ટિલેટરોનું પણ કામ ચાલી રહ્યું છે. આજે વડાપ્રધાને રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી.
ગૃહ મંત્રાલયની સંયુક્ત સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવ પ્રેસ કોન્ફરન્સમાં જાણકારી આપતા કહ્યું હતું કે, રાજ્યોના ગૃહમંત્રાલયે ચિઠ્ઠી લખી છે. રાજ્યોથી ડોક્ટર અને સ્વાસ્થ્યકર્મીઓની સુરક્ષા માટે કહેવામાં આવ્યું છે. ગામના લોકોને જાગૃત કરવામાં આવી રહ્યાં છે. તમામના સહયોગથી કોરોનાને હરાવીશું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube