નવી દિલ્હી: ઉત્તરાખંડમાં (Uttarakhand) ભાજપનું સંકટ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ત્રણ મહિના પહેલા મુખ્યમંત્રી બદલ્યા બાદ હવે પાર્ટી સમક્ષ નેતૃત્વનું સંકટ આવી ગયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નડ્ડાને બે વાર મળ્યા રાવત
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉત્તરાખંડના (Uttarakhand) મુખ્યમંત્રી તીરથસિંહ રાવતે (Tirath Singh Rawat) ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે કહ્યું છે કે તેઓ સીએમ પદ પરથી રાજીનામું આપવા માગે છે. તેમણે કહ્યું કે રાજ્યમાં બંધારણીય કટોકટી ઉભી થઈ છે. તેથી તેમનું રાજીનામું સ્વીકારવું જોઈએ.


આ પણ વાંચો:- J&K: કુલગામ એનકાઉન્ટર પર Mehbooba Mufti એ કર્યા સવાલ, કહ્યું- આરોપો પર સ્પષ્ટતા કરે સરકાર


તમને જણાવી દઈએ કે ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથસિંહ રાવતે (Tirath Singh Rawat) ત્રણ દિવસથી દિલ્હીમાં પડાવ નાખ્યો છે. સીએમ રાવત શુક્રવારે પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાને છેલ્લા 24 કલાકમાં બીજી વાર મળ્યા હતા. બેઠકોના આ રાઉન્ડથી રાજ્યમાં બીજા નેતૃત્વ પરિવર્તનની અટકળો શરૂ થઈ ગઈ છે.


શું ઉત્તરાખંડમાં પેટા-ચૂંટણીઓ થશે?
સૂત્રોના જણાવ્યા મુજબ, આ અટકળો એટલા માટે થઈ રહી છે કારણ કે ઉત્તરાખંડ (Uttarakhand) વિધાનસભાની ચૂંટણીને એક વર્ષ કરતા પણ ઓછો સમય બાકી છે. ત્યારે પોતાના પદ પર બની રહેવા માટે રાવતને 10 સપ્ટેમ્બર સુધીમાં વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયેલા રહેવું બંધારણીય જવાબદારી છે. પૌડીના લોકસભાના સાંસદ તિરથસિંહ રાવતે આ વર્ષે 10 માર્ચે જ ત્રિવેન્દ્રસિંહ રાવત પાસેથી મુખ્યમંત્ર પદ સંભાળ્યું હતું.


આ પણ વાંચો:- સુરક્ષા દળોનો આતંક પર મોટો હુમલો, પુલવામામાં 5 આતંકીઓને માર્યા ઠાર


નડ્ડાને મળ્યા બાદ રાવતે (Tirath Singh Rawat) કહ્યું કે તેમણે પાર્ટી અધ્યક્ષ સાથે આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી. રાજ્યમાં પેટા-ચૂંટણીઓ ક્યારે યોજાશે તે પ્રશ્નના મુદ્દે રાવતે કહ્યું કે આ મામલે માત્ર ચૂંટણી પંચ જ કોઈ નિર્ણય લઈ શકે છે. તેમણે કહ્યું કે, પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ આ અંગે જે પણ વ્યૂહરચના નક્કી કરે છે, તેના પર આગળ કામ કરવામાં આવશે.


આ પણ વાંચો:- લગ્ન પછી તરત જ મુશ્કેલીમાં મૂકાઈ બોલીવુડ અભિનેત્રી યામી ગૌતમ, ED મોકલ્યું સમન


તમને જણાવી દઈએ કે હાલમાં રાજ્યમાં બે વિધાનસભા બેઠકો, ગંગોત્રી અને હલ્દ્વાની ખાલી છે. જ્યાં પેટાચૂંટણી યોજાવાની છે. રાજ્યમાં આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવાની દરખાસ્ત છે. જેને હવે એક વર્ષ કરતા પણ ઓછો સમય બાકી છે. આવી સ્થિતિમાં કાયદાના નિષ્ણાતો માને છે કે પેટા-ચૂંટણીઓ યોજવાનો નિર્ણય ચૂંટણી પંચના વિવેકબુદ્ધિ પર આધારિત છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube