Jammu Kashmir: સુરક્ષા દળોનો આતંક પર મોટો હુમલો, Pulwama માં 5 આતંકીઓને માર્યા ઠાર
જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) સુરક્ષા દળોએ આતંકવાદીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરીને 5 આતંકીઓને (Terrorists) ઠાર કર્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓમાં લશ્કર-એ-તૈયબાના (LeT) જિલ્લા કમાન્ડરનો પણ સમાવેશ છે
Trending Photos
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) સુરક્ષા દળોએ આતંકવાદીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરીને 5 આતંકીઓને (Terrorists) ઠાર કર્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓમાં લશ્કર-એ-તૈયબાના (LeT) જિલ્લા કમાન્ડરનો પણ સમાવેશ છે.
જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) પોલીસના આઈજી (શ્રીનગર ઝોન) વિજય કુમારે કહ્યું કે પુલવામાના (Pulwama) હંજિન રાજપોરા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ (Terrorists) વચ્ચે અથડામણ થઈ હતી. આ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓએ સર્ચ ઓપરેશન (Search Operation) દરમિયાન ગુરુવારે મોડી રાત્રે ગોળીબાર કર્યો હતો. જે બાદ સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો અને 5 આતંકીઓને ઠાર કર્યા હતા.
તેમણે કહ્યું કે, લશ્કર-એ-તૈયબાના (LeT) જિલ્લા કમાન્ડર નિશાજ લોન પણ માર્યા ગયેલા આતંકવાદીઓમાં સામેલ છે. તેની સાથે એક પાકિસ્તાની આતંકી પણ માર્યો ગયો છે. આઇજીએ કહ્યું કે આ ઓપરેશનમાં આતંકીઓ પાસેથી ઘણાં હથિયારો મળી આવ્યા છે. સ્લીપર સેલ્સ અને તેમની સાથે જોડાયેલા નેટવર્કની તપાસ કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે