લગ્ન પછી તરત જ મુશ્કેલીમાં મૂકાઈ બોલીવુડ અભિનેત્રી યામી ગૌતમ, ED મોકલ્યું સમન

બોલીવુડ અભિનેત્રી યામી ગૌતમ હાલમાં જ લગ્ન કરીને મુંબઈ પાછી ફરી છે. મુંબઈ પાછી ફરતા જ તેની મુશ્કેલીઓ શરૂ થઈ ગઈ.

લગ્ન પછી તરત જ મુશ્કેલીમાં મૂકાઈ બોલીવુડ અભિનેત્રી યામી ગૌતમ, ED મોકલ્યું સમન

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી યામી ગૌતમ હાલમાં જ લગ્ન કરીને મુંબઈ પાછી ફરી છે. મુંબઈ પાછી ફરતા જ તેની મુશ્કેલીઓ શરૂ થઈ ગઈ. યામી ગૌતમને ઈડીએ સમન પાઠવ્યું છે. આ ખબર બાદ બોલીવુડમાં હડકંપ મચી ગયો છે. 

ઈડીએ મોકલ્યું સમન
અભિનેત્રી યામી ગૌતમને આજે ઈડીએ સમન મોકલ્યું છે. ઈડીએ યામીને FEMA (Fereign Exchange Management Act) હેઠળ કથિત અનિયમિતતાઓ અંગે પોતાનું નિવેદન નોંધાવવા માટે આગામી અઠવાડિયે તેમની સામે હાજર થવાનું જણાવ્યું છે. 

4 જૂનના રોજ થયા હતા લગ્ન
અત્રે જણાવવાનું કે યામીના હાલમાં જ ઉરી ફિલ્મના ડાઈરેક્ટર આદિત્ય ધાર સાથે લગ્ન થયા છે. આ લગ્ન હિમાચલમાં તેમના ઘરે ચાર જૂનના રોજ થયા હતા. ખુબ જ સાદાઈથી લગ્ન થવા બદલ અભિનેત્રીના ખોબલે ખોબલે વખાણ થયા હતા. 

— ANI (@ANI) July 2, 2021

યામીની આવનારી ફિલ્મો
વર્કફ્રન્ટની વાત કરીએ તો યામી ગૌતમ આવનારા સમયમાં અભિષેક બચ્ચનની ફિલ્મ દસવીમાં જોવા મળશે. યામીએ ફિલ્મમાં એક સિપાઈ જ્યોતિ દેસવાલની ભૂમિકા ભજવી છે. ફિલ્મનો તેનો ફર્સ્ટ લૂક પણ સામે આવી ગયો છે. આ ઉપરાંત તે સૈફ અલી ખાન અને અર્જૂન કપૂર સાથે ફિલ્મ ભૂત પોલીસમાં પણ જોવા મળશે. તે 'A Thursday' નામની ફિલ્મમાં પણ જોવા મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news