જોખમી TikTok દ્વારા બનવું હતું સુપર સ્ટાર, એવો ફસાયો કે 2 દિવસે માંડ મળ્યો !
21 વર્ષનાં એક વિદ્યાર્થીએ પોતાનાં મિત્રો વચ્ચે ધાક જમાવવા માટે અજાણ્યા જંગલમાં જવું ભારે પડ્યું હતું
તિરુપતિ : 21 વર્ષનાં એક વિદ્યાર્થીને જોખમી TikTok વીડિયો બનાવીને દોસ્તો વચ્ચે ધાક જમાવવાની ઇચ્છા ભારે પડી. આ ઇચ્છા તો પુરી થઇ પરંતુ તે પોતે મોટી મુસિબતમાં ફસાઇ ગયો. સ્થિતી એટલી વિકટ બની કે તેનો જીવ જોખમમાં મુકાઇ ગયો. જો કે આખરે દોસ્તોની મદદથી તે બહાર નિકળવામાં સફળ રહ્યો હતો. વિદ્યાર્થી મુરલી કૃષ્ણા (21)તિરુપતિની વિદ્યાનિકેતન કોલેજનો માઇક્રોબાયોલોજી વિભાગનો ત્રીજા વર્ષનો વિદ્યાર્થી છે. તે 28 જુલાઇની સવારે કોઇને જાણ કર્યા વગર જ તિરુપતિનાં શેષાચલમના જંગલોમાં જતો રહ્યો હતો. તેનો આશય શેષાચલમના જંગલોમાં સૌથી ઉંચા પર્વત પર ત્રિરંગો ફરકાવીને ટીકટોક વીડિયો બનાવવાની હતી.
World Tiger Day : ભારતમાં 9 વર્ષમાં વાઘની સંખ્યા 692થી વધી 860 થઈ
સામાન્ય રીતે શેષાચલમનું ગાઢ જંગલમાં લોકો જતા નથી. જો કે એડવેન્ચરની ઇચ્છા સાથે કોઇ પ્રકારની સાવધાનીએ મુરલી જંગલમાં ઘુસી ગયો. તે ગાઢ જંગલમાં રસ્તો કરતો કરતો શ્રીવારી મેટ્ટુ પોઇન્ટ નજીક પણ પહોંચી ગયો. ત્યાં પહોંચી તેણે પહાડની ટોચ પર ત્રિરંગો પણ ફરકાવ્યો.તેણે પોતાનાં મિત્રો વચ્ચે રોલા પાડવા માટે ફોટા પાડ્યા અને અલગ અલગ વીડિયો પણ બનાવ્યા હતા.
Video: PM મોદી જોવા મળશે માનવીય પાસું, જે જાગૃત કરશે વન્યપ્રાણી સંરક્ષણને
ડિસ્કવરીના ‘Man Vs Wild’ શોમાં જોવા મળશે પીએમ મોદી, ખતરનાક જંગલોમાં થયું શૂટિંગ
અહીં સુધી તો બધુ બરોબર હતું પરંતુ જ્યારે તે નીચે ઉતર્યો ત્યારે પાછા ફરવાનો રસ્તો ભુલી ગયો. ઘણા સમય સુધી આમ તેમ ફાફા માર્યા બાદ તે અંતે થાકી ગયો. જ્યારે તે સંપુર્ણ હતાશ થઇ ગયો ત્યારે તેણે પોતાનાં મિત્રોને મદદ માટે અપીલ કરી. વ્હોટ્સએપ દ્વારા ગુગલ લોકેશન પણ મોકલ્યું. મિત્રોએ કોલેજનાં અધિકારીઓને માહિતી આપી. કોલેક તંત્રએ પોલીસને માહિતી આપી અને પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા વિશેષ દળ બનાવીને જંગલમાં તેની શોધખોળ આદરી હતી. આખી રાત જંગલમાં માર્ચિંગ કર્યા બાદ પોલીસને ભુખ્યો તરસ્યો બેભાન હાલતમાં મુરલી મળી આવ્યો હતો.
સંસદમાં આઝમ ખાને માગી માફી, કહ્યું- ‘ભૂલ થઇ છે, માફી માગુ છું’
તિરુપતિનાં ડીએસપીએ આ અંગે કહ્યું કે, કાલે રાત્રે (28 જુલાઇ) રાત્રે 1 વાગ્યે અમને આ અંગે માહિતી મળી.અમે તત્કાલ વિશેષ દળ બનાવીને પોલીસની એક ટીમ જંગલમાં મોકલી. આજે સવારે તે અર્ધબેભાન અવસ્થામાં અમને મળી આવ્યો હતો. અમે તેને તિરુપતિ પરત લઇને આવ્યા હતા.
યૌન શોષણ અને બળાત્કાર મામલે સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને નોટિસ
આ અંગે કોલેજનાં એક શિક્ષકે નામ નહી છાપવાની શરતે જણાવ્યું કે, પહેલા પણ આ વિદ્યાર્થી પોતાનાં મિત્રો વચ્ચે ધાક જમાવવા માટે આ પ્રકારની હરકતો કરી ચુક્યો છે. તે સોશિયલ મીડિયા પર પ્રખ્યાત થવા માંગતો હતો. જેના કારણે તે વારંવાર આવા જોખમી ગતકડાઓ કર્યા કરતો હતો. હાલ મુરલીની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.