અમિત શાહે મમતા બેનર્જીને ફેંક્યો પડકાર, કહ્યું- `હું જય શ્રી રામ બોલું છું, ધરપકડ કરી બતાવો`
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને સોમવારે પડકાર ફેંક્યો કે તેઓ `જય શ્રીરામના ઉદ્ઘોષ બદલ તેમની ધરપકડ કરીને બતાવે. શાહે દાવો કર્યો કે તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમો પશ્ચિમ બંગાળમાં તેમને રેલીઓ કરરતા રોકી શકે છે, પરંતુ તેઓ રાજ્યમાં ભાજપની વિજય યાત્રાને રોકી શકશે નહીં.
કેનિંગ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને સોમવારે પડકાર ફેંક્યો કે તેઓ 'જય શ્રીરામના ઉદ્ઘોષ બદલ તેમની ધરપકડ કરીને બતાવે. શાહે દાવો કર્યો કે તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમો પશ્ચિમ બંગાળમાં તેમને રેલીઓ કરરતા રોકી શકે છે, પરંતુ તેઓ રાજ્યમાં ભાજપની વિજય યાત્રાને રોકી શકશે નહીં.
'થયું તે થયું' એ માત્ર ત્રણ શબ્દ નથી... પરંતુ હવે જનતા કહે છે કે 'હવે બહુ થયું': પીએમ મોદી
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જોયનગર લોકસભા મતવિસ્તાર હેઠળ આવતા કેનિંગમાં એક રેલીને સંબોધિત કરી રહ્યાં હતાં. તેમણે કહ્યું કે, "જો કોઈ જય શ્રીરામના નારા લગાવે છે તો મમતાદીદી નારાજ થઈ જાય છે. હું આજે અહીં જય શ્રીરામના નારા લગાવું છું. જો તમારામાં (મમતા) હિંમત હોય તો મારી ધરપકડ કરીને બતાવો, હું કાલે કોલકાતામાં હોઈશ".
જુઓ LIVE TV
દુષ્કાળની થપાટ સહન કરી રહેલા 'આ' રાજ્યને રાહત પેકેજ આપવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર, પરંતુ...
રાજ્ય સરકારે શાહના હેલિકોપ્ટરને ઉતરણ કરવા અને બરૂઈપુરમાં જનસભાને સંબોધિત કરવાની મંજૂરી આપી નહતીં. ત્યારબાદ શાહની જાધવપુર લોકસભા બેઠકમાં નિર્ધારીત રેલી રદ કરી દેવાઈ હતી.