નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) ની ઈજા પર ભડકાઉ ભાષણ આપતા ટીએમસી (TMC) નેતા મદન મિત્રા (Madan Mitra) એ કહ્યું કે જો આ ઘટના ગુજરાતમાં ઘટી હોત તો 'ગોધરા કાંડ' થઈ ગયો હોત. મિત્રાએ કહ્યું કે જે પ્રકારે તેમને ધક્કા મારવામાં આવ્યા, આ એક સારા ટ્રેઈન્ડ વ્યક્તિનું કામ છે. હું ઈચ્છું છું કે નવા DG ને હટાવવામાં આવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હેલ્થ બુલેટિન
મમતા બેનર્જી (Mamata Banerjee) હાલ કોલકાતાની SSKM હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમણે આરોપ  લગાવ્યો હતો કે ષડયંત્ર હેઠળ તેમને ઈજા પહોંચાડવામાં આવી. તૃણમૂલ કોંગ્રેસ આ મામલે ચૂંટણી પંચને ફરિયાદ કરશે. આ બાજુ હોસ્પિટલે મુખ્યમંત્રી મમતા બેનર્જીની હેલ્થ વિશે બુલેટિન બહાર પાડ્યું છે. હોસ્પિટલે જણાવ્યું કે છ સભ્યોની સ્વાસ્થ્ય ટીમે મમતા બેનર્જીની સ્થિતિની સમીક્ષા કરી છે. તેમને ડાબા પગમાં પ્લાસ્ટર લગાવવામાં આવ્યું છે અને પગમાં દુ:ખાવો છે. જો કે તેમની હાલાત સ્થિર છે. આગામી બુલેટિન સાંજે 6 વાગે બહાર પાડવામાં આવશે. 


Mamata Banerjee Injury: હોસ્પિટલમાં દાખલ મમતા બેનર્જીનો VIDEO આવ્યો સામે, જાણો અત્યાર સુધીની પળેપળની અપડેટ


PHOTOS: મમતા બેનર્જીને ઈજા થઈ કે ઈજાગ્રસ્ત કરવામાં આવ્યા? થાંભલા વિશે થઈ રહ્યા છે ચોંકાવનારા દાવા


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube