Mamata Banerjee Injury: હોસ્પિટલમાં દાખલ મમતા બેનર્જીનો VIDEO આવ્યો સામે, જાણો અત્યાર સુધીની પળેપળની અપડેટ

પશ્ચિમ બંગાળ (West Bengal) ની સૌથી હોટ વિધાનસભા બેઠક નંદીગ્રામ (Nandigram) થી ચૂંટણી સંગ્રામ શરૂ થઈ ગયો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) એ બુધવારે નંદીગ્રામથી પોતાની ઉમેદવારી નોંધાવી. આ દરમિયાન એક દુર્ઘટના ઘટી અને તેઓ ઈજાગ્રસ્ત થયા. આ દુર્ઘટના બાદ હવે રાજકીય રોટલા શેકાવવાના શરૂ થઈ ગયા છે.

Updated By: Mar 11, 2021, 03:11 PM IST
Mamata Banerjee Injury: હોસ્પિટલમાં દાખલ મમતા બેનર્જીનો VIDEO આવ્યો સામે, જાણો અત્યાર સુધીની પળેપળની અપડેટ

કોલકાતા: પશ્ચિમ બંગાળ (West Bengal) ની સૌથી હોટ વિધાનસભા બેઠક નંદીગ્રામ (Nandigram) થી ચૂંટણી સંગ્રામ શરૂ થઈ ગયો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) એ બુધવારે નંદીગ્રામથી પોતાની ઉમેદવારી નોંધાવી. આ દરમિયાન એક દુર્ઘટના ઘટી અને તેઓ ઈજાગ્રસ્ત થયા. આ દુર્ઘટના બાદ હવે રાજકીય રોટલા શેકાવવાના શરૂ થઈ ગયા છે. તૃણમૂલ કોંગ્રેસના નેતા ભાજપ પર અનેક પ્રકારના આરોપ લગાવી રહ્યા છે. જ્યારે ટીએમસીના કાર્યકરોએ ટ્રેન રોકીને વિરોધ પ્રદર્શન કર્યા. આ કથિત હુમલા મુદ્દે ભાજપનું ડેલિગેશન ચૂંટણી પંચ પાસે પણ પહોંચી ગયો. આ બધા વચ્ચે મમતા બેનર્જીની તબિયત અંગે હેલ્થ બુલેટિન પણ બહાર પડ્યું છે. 

હેલ્થ બુલેટિન
મમતા બેનર્જી (Mamata Banerjee) હાલ કોલકાતાની SSKM હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમણે આરોપ  લગાવ્યો હતો કે ષડયંત્ર હેઠળ તેમને ઈજા પહોંચાડવામાં આવી. તૃણમૂલ કોંગ્રેસ આ મામલે ચૂંટણી પંચને ફરિયાદ કરશે. આ બાજુ હોસ્પિટલે મુખ્યમંત્રી મમતા બેનર્જીની હેલ્થ વિશે બુલેટિન બહાર પાડ્યું છે. હોસ્પિટલે જણાવ્યું કે છ સભ્યોની સ્વાસ્થ્ય ટીમે મમતા બેનર્જીની સ્થિતિની સમીક્ષા કરી છે. તેમને ડાબા પગમાં પ્લાસ્ટર લગાવવામાં આવ્યું છે અને પગમાં દુ:ખાવો છે. જો કે તેમની હાલાત સ્થિર છે. આગામી બુલેટિન સાંજે 6 વાગે બહાર પાડવામાં આવશે. 

મમતા બેનર્જીની સમર્થકોને અપીલ
તૃણમૂલ કોંગ્રેર્સે SSKM હોસ્પિટલમાં દાખલ મમતા બેનર્જીનો એક વીડિયો પણ બહાર પાડ્યો છે. જેમાં તેઓ પોતાના સમર્થકોને શાંતિ જાળવવાની અપીલ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે એવું કઈ પણ ન કરો જેથી કરીને નાગરિકોને પરેશાની થાય. આ સાથે જ મમતા બેનર્જીએ જણાવ્યું કે મારા માથામાં અને પગમાં દુ:ખાવો છે. 

ભાજપનું ડેલિગેશન પહોંચ્યું ચૂંટણી પંચ
આ બાજુ ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિમંડળ આ કથિત હુમલા મામલે પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી સાથે વાત કરવા માટે પહોંચ્યું. ભાજપે (BJP) ચૂંટણી પંચ પાસે મમતા બેનર્જી પર થયેલા કથિત હુમલા અંગે વીડિયો ક્લિપ બહાર પાડવાની અપીલ કરી. 

ટીએમસી પ્રમુખને મળવા માટે પહોંચ્યા ભાજપના નેતા
ટીએમસી પ્રમુખને મળવા માટે ભાજપના નેતા તથાગત રોય હોસ્પિટલ પહોંચ્યા તેમણે જણાવ્યું કે અમે લોકો મમતા બેનર્જીને માનવીય દ્રષ્ટિકોણથી મળવા માટે આવ્યા હતા. પરંતુ અમે મળી શક્યા નહીં. ડોક્ટરોની સલાહ છે કે હાલ તેમને કોઈએ મળવાનું નથી. ત્યારબાદ અમે અરૂપ વિશ્વાસને મળીને ચિંતા વ્યક્ત કરી. 

શું કહ્યું કૈલાશ વિજયવર્ગીયએ
આ બાજુ ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ મમતા બેનર્જી પર થયેલા કથિત હુમલા અંગે કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસ આ મુદ્દાને રાજકીય રંગ આપી રહી છે. અમારું માનવું છે કે આવી ઘટનાઓનું રાજનીતિકરણ ન થવું જોઈએ. મને આશા છે કે ચૂંટણી પંચ રાજકીય હુમલા પર લગામ લગાવવા માટે પશ્ચિમ બંગાળમાં પૂરતી કેન્દ્રીય સુરક્ષા ટુકડી મોકલશે. આ બાજુ ચૂંટણી પંચના સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ તથાકથિત હુમલામાં 3 અધિકારીઓ પાસે અલગ અલગ રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. 

કોંગ્રેસે પણ મમતા પર કર્યા પ્રહાર
કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે જો ષડયંત્ર હય તો CBI, CID ને બોલાવો? ફક્ત ષડયંત્રનું બહાનું બનાવીને મમતા બેનર્જી સામાન્ય લોકોનું ધ્યાન ખેંચવા માંગે છે. CCTV ફૂટેજ કઢાવો તેનાથી બધુ સત્ય બહાર આવી જશે. પરંતુ તેઓ આમ નહીં કરે. કારણ કે ચૂંટણી નજીક છે. આવું બહાનું બનાવીને તેઓ ચૂંટણી જીતવાની કોશિશ કરી રહ્યા છે. 

મમતા બેનર્જીનો આરોપ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) એ કહ્યું કે જ્યારે તેઓ પોતાની કારની પાસે ઊભા હતા ત્યારે 4-5 લોકોએ તેમને ધક્કો માર્યો અને તેમના પગમાં ઈજા થઈ. તેમણે આરોપ લગાવ્યો કે ઘટના સમયે ત્યાં કોઈ સ્થાનિક પોલીસ હાજર રહી નહતી. આ તેમના વિરુદ્ધ ષડયંત્ર છે. કોઈએ જાણી જોઈને તેમનો પગ કચડ્યો. 

પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં થશે મતદાન
પશ્ચિમ બંગાળમાં 294 બેઠકો માટે 8 તબક્કામાં મતદાન થશે. રાજ્યમાં 27 માર્ચ, 1 એપ્રિલ, 6 એપ્રિલ, 10 એપ્રિલ, 17 એપ્રિલ, 22 એપ્રિલ, 26 એપ્રિલ અને 29 એપ્રિલના રોજ મતદાન થશે. જ્યારે ચૂંટણી પરિણામ 2 મેના રોજ થશે. પહેલા અને બીજા તબક્કામાં 30-30 સીટો, ત્રીજા તબક્કામાં 31 બેઠકો, ચોથા તબક્કામાં 44 બેઠકો, પાંચમા તબક્કામાં 45 બેઠકો, છઠ્ઠા તબક્કામાં 43 બેઠકો, સાતમા તબક્કામાં 36 બેઠકો અને આઠમા તબક્કામાં 35 બેઠકો પર મતદાન કરાવવામાં આવશે. 

PHOTOS: મમતા બેનર્જીને ઈજા થઈ કે ઈજાગ્રસ્ત કરવામાં આવ્યા? થાંભલા વિશે થઈ રહ્યા છે ચોંકાવનારા દાવા

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube