Viral Video: બધા જાણે છે કે વાંદરાઓ બહુ તોફાની હોય છે. તેઓ ગમે ત્યારે ગમે તેને ચિડવીને ભાગી જાય  છે. જેવા વાંદરાઓ દેખાય તો લોકો પણ પોતાનો સામાન સંતાડી દેતા હોય છે. અને જો વાંદરાઓનું ટોળું આવી જાય તો લોકો ડરવા પણ માંડે છે.  પરંતુ આજે તમે વાંદરાઓનો જે વીડિયો જોવાના છો તે જોઈને તમે ખુશ થઈ જશો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાંદરાઓ વિશે એવું કહેવામાં આવે છે કે તે કોઈનાથી ડરતા નથી, પરંતુ તેઓ બીજાને ડરાવે છે. પછી તે ભલે સિંહ હોય કે પછી દીપડો હોય. જો કે જંગલી પ્રાણીઓને લગતા અનેક પ્રકારના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે, પરંતુ વાંદરાઓનો આજનો વીડિયો તમને ખૂબ હસાવશે. 


પઠાણ ફિલ્મ વિવાદ વચ્ચે PM મોદીએ ભાજપના નેતાઓને ફિલ્મો મુદ્દે શું કહ્યું તે ખાસ જાણો 


 


‘હર-હર શંભુ’ ગીત પર મહિલા ટીચરના ડાન્સનો વીડિયો વાયરલ, પાકિસ્તાનમાં પણ છે ચર્ચામાં


માત્ર 20 રૂપિયામાં રેલવે આપે છે '5 સ્ટાર હોટલ રૂમ'માં રોકાવવાની સુવિધા, ખાસ જાણો


આજના વાયરલ વીડિયોમાં ત્રણ પ્રાણીઓ છે, વાંદરો, સિંહણ અને એક ભેંસ. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક જંગલી ભેંસ ઝાડ પાસે ઉભી છે. એ ઝાડ પર ઘણા વાંદરાઓ પણ છે. તે જ સમયે નજીકમાં થોડા અંતરે એક સિંહણ બેઠી છે, જે ભેંસના શિકારની રાહ જોઈ રહી છે. પરંતુ વાંદરાઓ કદાચ સિંહણના ઈરાદાને સમજી જાય છે અને તેઓ સિંહણને સતત ચીડવવા લાગે છે. તેઓ ઝાડ પર જ એટલા બધા કૂદકા મારે છે કે સિંહણનું ધ્યાન ભટકી જાય છે અને ભેંસ પોતાનો જીવ બચાવીને ભાગી જાય છે.


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Waow Africa (@waowafrica)


સિંહણ ભેંસનો શિકાર તો નથી કરી શકતી પરંતુ વાંદરાઓ પર ચોક્કસપણે ગુસ્સે ભરાય છે, ક્રોધિત સિંહણ વાંદરાઓ સાથે ઝાડની નીચે આવીને બેસે છે જેથી હવે તે વાંદરાઓનો શિકાર કરી શકે, પરંતુ વાંદરાઓ તો હોંશિયાર છેને, તેઓ વારંવાર ઝાડ પરથી અડધે સુધી આવવાની એક્ટિંગ કરે છે, જેવી સિંહણ આવે કે ફટાક કરતા ફરી ઝાડ પર ચડી જાય છે.


વાંદરાઓના તોફાનથી ભરેલો આ વીડિયો waowafrica નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube