‘હર-હર શંભુ’ ગીત પર મહિલા ટીચરના ડાન્સનો વીડિયો વાયરલ, પાકિસ્તાનમાં પણ થઈ રહી છે ગીતની ચર્ચા

Viral Video: હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેને પાકિસ્તાની મૂળના કેનેડિયન પત્રકાર તારિક ફતેહએ શેર કર્યો છે. વીડિયોમાં એક ઈન્ડિયન ટીચર ‘હર-હર શંભુ’ ગીત પર ડાન્સ કરતા નજરે પડે છે.

‘હર-હર શંભુ’ ગીત પર મહિલા ટીચરના ડાન્સનો વીડિયો વાયરલ, પાકિસ્તાનમાં પણ થઈ રહી છે ગીતની ચર્ચા

Tarek Fatah Viral Video: પાકિસ્તાની મૂળના કેનેડિયન પત્રકાર તારિક ફતેહ અવારનવાર હેડલાઈનમાં રહે છે. હાલમાં જ તેઓ પોતાના એક ટ્વીટને લઈ ચર્ચામાં આવ્યા છે. આ વીડિયોમાં એક ભારતીય મહિલા ટીચર પોતાના ક્લાસમાં બાળકો સાથે ‘હર-હર શંભુ’ ગીત પર ડાન્સ કરતા અને  શીખવાડતા નજરે પડે છે. 

દેશના વિવિધ વિસ્તારમાંથી આવા વીડિયો અવારનવાર સામે આવતા રહે છે. એવામાં ક્લાસના બાળકોને ડાન્સ શીખવાડતા મહિલા ટીચરનો વીડિયો સામે આવ્યો છે. વીડિયો જોઈને દરેક વ્યક્તિ મહિલા ટીચરની સરાહના કરે છે.

‘હર-હર શંભુ’ ગીત પર ડાન્સ કરી રહ્યા છે ટીચર
આ વીડિયો તારિક ફતેહએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં લાલ સાડી પહેરેલી મહિલા શિક્ષક ક્લાસ રૂમમાં બાળકો સામે ડાન્સ કરતા જોવા મળે છે. સામે બાળકો પણ ટીચરને જોઈને ડાન્સ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. વીડિયોને શેર કરતા કેપ્શન લખવામાં આવ્યું, ‘ભારતમાં ટીચર સ્કૂલના બાળકોને ‘હર-હર શંભુ’ ગીત પર ડાન્સ શીખવાડી રહ્યા છે.

— Tarek Fatah (@TarekFatah) January 15, 2023

યુઝર્સને પસંદ આવ્યો વીડિયો
હાલ સોશિયલ મીડિયા પર ટીચરની ખૂબ જ સરાહના કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સ પણ ટીચરની પ્રશંસા કરી રહ્યા છે. ‘હર-હર શંભુ’ ગીત પર કરવામાં આવેલો ડાન્સ અને બાળકોની માસુમીયત દરેકનું ધ્યાન પોતાના તરફ ખેંચે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news