નવી દિલ્હી: દેશભરમાં ઠંડીએ એન્ટ્રી કરી છે. રાજધાની દિલ્હીમાં આજે (5 ડિસેમ્બર) સીઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો. દિલ્હીમાં તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસથી નીચે ગગડી ગયું છે. સવારે 6:10 મિનિટે તાપમાન 7.6 નોંધવામાં આવ્યું હતું. વિજિબિલીટ 1200 મીટર રહી. બીજી તરફ વાયુ ગુણવત્તાની વાત કરીએ તો દિલ્હીની હવામાં પ્રદૂષણ ખતરાના સ્તર પર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીના વાયુ ગુણવત્તા ઇન્ડેક્સ (એક્સયૂઆઇ) 300ના સ્તરને પાર કરી ગયો છે. આજે સવારે દિલ્હીના એક્યૂઆઇ 307 નોંધવામાં આવ્યો. સ્કાઇમેટે લોકોને મોર્નિંગ વોક અને ઘરની બહાર ફિજિકલ એક્ટિવિટી ન કરવા માટે કહ્યું છે. ચાંદની ચોક, દિલ્હી યુનિવર્સિટી અને નોઇડા જેવા કેટલા મુખ્ય સ્થળોમાં વાયુની ગુણવત્તા 'ખરાબ'થી લઇને 'ખૂબ ખરાબ' શ્રેણીમાં છે. પ્રદૂષણના સ્તરમાં વૃદ્ધિના કારણે શહેરમાં હવાની ગતિ ધીમી છે. 


સ્કાઇમેટના અનુસાર આગામી પાંચ દિવસોમાં તાપમાન 7 થી 8 ડિગ્રી વચ્ચે રહેશે જ્યારે હવાની ગતિ ધીમી હોવાના કારણે વાયુ ગુણવત્તામાં સુધારાના અણસાર નથી. તો બીજી તરફ 10 ડિસેમ્બર બાદ રાજધાનીમાં ઠંડી વધી ગઇ છે.


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube