Bengaluru: બેંગલુરુ એરપોર્ટ પર સુરક્ષાના નામે મહિલા સંગીતકારના કથિત રીતે કપડાં ઉતારવાનો મામલો સામે આવ્યો છે. ઘટનાનો અનુભવ શેર કરતા પીડિતાએ કહ્યું કે તે અત્યંત અપમાનજનક છે. તેણે પૂછ્યું કે સ્ત્રીના કપડાં ઉતારવાની શું જરૂર છે. બેંગ્લોર એરપોર્ટ ઓથોરિટીએ આ અંગે દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આ એરપોર્ટની સુરક્ષા માટે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ જવાબદાર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીડિત મહિલાના ટ્વિટર હેન્ડલ પરથી જાણવા મળ્યું છે કે તે મ્યૂઝિક કોન્સર્ટ કરે છે. મહિલાએ ટ્વીટ કર્યું, 'બેંગ્લોર એરપોર્ટ પર સુરક્ષા તપાસ દરમિયાન મને મારું શર્ટ કાઢવા માટે કહેવામાં આવ્યું. ત્યાં ઊભા રહેવું અત્યંત અપમાનજનક હતું. આ દરમિયાન, લોકો માટે તમને વિચિત્ર રીતે જોવું એ ખૂબ જ મુશ્કેલ ક્ષણ હતી.


આ પણ વાંચો: સ્ટોક ક્લિયરન્સ ઓફર! માત્ર 350 રૂપિયામાં લઇ જાવ Samsung નો ફોન
આ પણ વાંચો: સોફીને જોશો તો ઉર્ફીને ભૂલ જશો, આ કામથી કમાઇ છે દર કલાકે 50 હજાર રૂપિયા
આ પણ વાંચો: Taarak Mehta માંથી 14 વર્ષે કહ્યું અલવિદા,હીટ કરવામાં હતો મોટો હાથ


પીડિત મહિલાના ટ્વીટની નોંધ લેતા બેંગ્લોર એરપોર્ટના અધિકારીઓએ કહ્યું કે આવું બિલકુલ ન થવું જોઈતું હતું. આ સાથે મહિલાને તેનો ફોન નંબર અને સરનામું શેર કરવા માટે કહેવામાં આવ્યું છે, જેથી મામલો નજીકથી સમજી શકાય. અધિકારીએ કહ્યું, 'અમે આ ઘટના માટે દિલગીર છીએ અને આવું ન થવું જોઈતું હતું. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને અમે આ મામલો CISF પાસે ઉઠાવ્યો છે.


એરપોર્ટ પર સિક્યોરિટી ચેકિંગને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાના ઘણા કિસ્સા ભૂતકાળમાં સામે આવ્યા છે. કોવિડ રોગચાળાને પગલે લાદવામાં આવેલા નિયંત્રણો હટાવ્યા બાદ એરપોર્ટ પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. ગયા મહિને જ દિલ્હી અને બેંગલુરુ એરપોર્ટ પર સુરક્ષા તપાસ માટે લાંબી કતારો જોવા મળી હતી.


આ પણ વાંચો: તમે પણ આ ભૂલો નથી કરતા ને! હેલ્મેટ પહેરવાની અને સુરક્ષિત રહેવાની આ છે સાચી રીત
આ પણ વાંચો: Viral: બાઇક પર આવો કપલ રોમાન્સ જોયો નહી હોય, ફિલ્મી સ્ટાઇલમાં બોયફ્રેન્ડને ભરી બાથ
આ પણ વાંચો: PHOTOS: બેવડી બની મિસ્ટ્રી બોયની સાથે ઝૂમી અજય દેવગણની લાડલી, અડધા રાત્રે અડધા કપડાં


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube