નવી દિલ્હી : વરસાદના કારણે કિંમતોમાં વધારા પહેલા ડુંગળીએ દેશના સામાન્ય ગ્રાહકોને રોવડાવ્યા, પરંતુ હવે ટમેટાનો (Tomato) વારો છે. દેશની રાજધાની દિલ્હીમાં ગત્ત એક અઠવાડીયામાં ટમેટાનાં ભાવમાં 70 ટકાનો વધારો થઇ ચુક્યો છે. ટમેટાનાં લાલ થવાથી આ તહેવારની સીઝનમાં લોકો પરેશાન છે. મહારાષ્ટ્ર અને કર્ણાટક સહિત દક્ષિણ ભારતે રાજ્યોમાં થયેલા ભારે વરસાદનાં કારણે ડુંગળીનો સપ્લાઇ અટકી જવાનાં કારણે તેની કિંમતોમાં ગત્ત દિવસોમાં ભારે વધારો થયો, પરંતુ તેની ટમેટા પર પણ દેખાવા લાગી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે પરિક્ષાના માર્કના આધારે નહી કાબેલિયતના આધાર નક્કી થશે IAS બનશો કે IPS
દિલ્હી-NCR માં ટમેટા ગત્ત ઘણા દિવસોથી માર્કેટમાં 40-60 રૂપિયે વેચાવા લાગ્યા છે અને આગામી દિવસોમાં કિંમતોમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એક ગૃહીણીના જણાવ્યા અનુસાર ડુંગળી અને ટમેટાનાં ભાવમાં થઇ રહેલા અસહ્ય વધારાને કારણે બજેટ બગડી ગયું છે. તેમણે જણાવ્યું કે, પહેલા 30 રૂપિયામાં જ્યાં એક કિલો ટમેટા મળતા હતા ત્યાં હવે તેના માટે બમણો પૈસા ખર્ચ કરવા પડી રહ્યા છે. દિલ્હી જ નહી સમગ્ર દેશમાં ટમેટાની કિંમતમાં ભારે વધારો થયો છે. કેન્દ્રીય ગ્રાહક મુદ્દાના વિભાગની વેબસાઇટ અનુસાર ચંડીગઢમાં બુધવારે ડુંગળીના ભાવ 52 રૂપિયા કિલો હતો.


હરિયાણાની દંગલમાં ભાજપ તરફથી યોગેશ્વરદત્તની એન્ટ્રી, કોંગ્રેસમાં રીપીટ
રાત્રે આતંકવાદ અને દિવસે ક્રિકેટ શક્ય નહી: એસ. જયશંકરની સ્પષ્ટ વાત
હરિયાણામાં ટમેટા તૈયાર થવાની સીઝ એપ્રીલ-મે દરમિયાન રહે છે. તેમણે જણાવ્યું કે, કર્ણાટક અને મહારાષ્ટ્ર ઉપરાંત આંધ્રપ્રદેશમાં પણ હાલ ટમેટાનો પાક છે, પરંતુ ત્યાનાં વરસાદના કારણે ટમેટાની આવક વધી શકે છે. એવામાં તહેવારની સિઝ દરમિયાન માંગ વધવાથી આગામી દિવસોમાં ટમેટાનાં ભાવમાં વધારો થઇ શકે છે.