નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ (Chief Minister Mamata Banerjee) સોમવારે નંદીગ્રામમાં વિશાળ રોડ શો કર્યો હતો. આ દરમિયાન મમતાએ ટીએમસી છોડી ભાજપમાં સામેલ થયેલા શુભેંદુ અધિકારી અને ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા હતા. તેમણે અધિકારી પરિવારનું નામ લીધા વગર કહ્યુ કે, વધુ લાલચ સારી હોતી નથી. તે ન ઘરના રહેશે ન ઘાટના. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઈએ કે નંદીગ્રામ સીટથી મમતા બેનર્જી અને શુભેંદુ અધિકારી એકબીજા વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં છે. પૂર્વી મેદિનીપુર જિલ્લાની આ મહત્વપૂર્ણ સીટ પર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં એક એપ્રિલે મતદાન થશે. તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે રોડશોમાં મમતા બેનર્જીએ રેયાપાડા ખુદીરામ ચોકથી ઠાકુર ચોક સુધી આઠ કિલોમીટરની યાત્રા કરી હતી. આ દરમિયાન તેઓ વ્હીલચેર પર રહ્યા અને હાથ જોડીને લોકોનું અભિવાદન કરતા હતા. 


J&K: સોપોરમાં BDC બેઠક સમયે આતંકી હુમલો, SPO શહીદ, એક કાઉન્સિલરનું પણ મોત

મમતા બેનર્જીએ કહ્યુ કે, જ્યારે મેં નંદીગ્રામ આંદોલનનું નેતૃત્વ કર્યુ તો હિન્દુ-મુસ્લિમ એક સાથે લડ્યા. અચાનક તેમણે (શુભેંદુ) ભગવો પહેરી લીધો, માનો તે કોઈ મહાન સંત હોય. 1998માં જ્યારે ટીએમસી બની ત્યારે તે ક્યાં હતા. મેં તેમને ઘણીવાર ટિકિટ આપી, દર વખતે હાર્યા. જ્યારે મારી સરકાર આવી ત્યારે તે પ્રથમવાર ચૂંટણી જીત્યા હતા. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube