J&K: Sopore માં BDC બેઠક સમયે આતંકી હુમલો, SPO શહીદ, એક કાઉન્સિલરનું પણ મોત

જમ્મુ અને કાશ્મીરના સોપોરમાં આતંકી હુમલો થયો છે. અહીં ડાક બંગલામાં થઈ રહેલી બેઠક પર આતંકીઓએ હુમલો કર્યો. આ હુમલામાં કાઉન્સિલર રિયાઝ અહેમદ અને એક પોલીસકર્મીનું મોત થયું છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. 

J&K: Sopore માં BDC બેઠક સમયે આતંકી હુમલો, SPO શહીદ, એક કાઉન્સિલરનું પણ મોત

સોપોર: જમ્મુ અને કાશ્મીરના સોપોરમાં આતંકી હુમલો થયો છે. અહીં ડાક બંગલામાં થઈ રહેલી બેઠક પર આતંકીઓએ હુમલો કર્યો. આ હુમલામાં કાઉન્સિલર રિયાઝ અહેમદ અને એક પોલીસકર્મીનું મોત થયું છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. 

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સોપોરના ડાક બંગલામાં બીડીસીની બેઠક ચાલુ હતી. અચાનક ત્યારે જ આતંકી હુમલો થયો. આતંકીઓએ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધુ. જેમાં બે લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા. આ બાજુ રાજ્ય પોલીસના જણાવ્યાં મુજબ આતંકી હુમલામાં કાઉન્સિલર રિયાઝ અહેમદ અને પોલીસકર્મી શફ્કત અહેમદનું મોત થયું છે. જ્યારે અન્ય ઘાયલ થયા છે. 

આતંકી હુમલા બાદ સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે. ભારતીય સેના, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસ સોપોરમાં જોઈન્ટ ઓપરેશન ચલાવી રહ્યા છે. 

કાશ્મીર ઝોન પોલીસે આ હુમલા અંગે ટ્વીટ કરીને કહ્યું કે આતંકીઓએ મ્યુનિસિપલ ઓફિસ પર હુમલો કર્યો. આ હુમલામાં પોલીસકર્મી શફાકત અહેમદ અને કાઉન્સિલર રિયાઝ અહેમદ શહીદ થયા છે. જ્યારે કાઉન્સિલર શમસુદ્દીન પીર ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. 

— Kashmir Zone Police (@KashmirPolice) March 29, 2021

આ બાજુ જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને કહ્યું કે સોપોરમાં મ્યુનિસિપલ ઓફિસ પર આતંકી હુમલાના અહેવાલ આવી રહ્યા છે. મૃતકો માટે મારી સહાનુભૂતિ અને ઘાયલો માટે પ્રાર્થના છે. હું આ હુમલાની આકરી ટીકા કરું છું. 

— Omar Abdullah (@OmarAbdullah) March 29, 2021

સોપોરમાં સુરક્ષાદળોની ચપ્પા ચપ્પા પર નજર છે. તમામ નાકા બંધ કરી દેવાયા છે. દરેક ગાડીની તલાશી લેવાઈ રહી છે. આતંકીઓનું બચવું હવે અશક્ય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news