નવી દિલ્હી: બિહારમાં જે રીતે મોત થઇ રહ્યાં છે તેનાથી એવું કહી શકાય છે કે બિહારના લોકોનું સ્વાસ્થ્ય જોખમાઇ રહ્યું છે. રાજ્યની મોટી મોટી સરકારી હોસ્પિટલોમાં સ્થિતિ એવી છે કે, ત્યાં તમે અડધો કલાક પણ ઉભા રહ્યાં ત્યાં તમારી આત્મા ધ્રુજી ઉઠશે. જેમાં 126થી વધારે બાળકો સામેલ છે. કેમક પ્રદેશમાં લૂના કહેરની સાથે કેટલાક જિલ્લામાં મગજના તાવનો પ્રકોપ વધી રહ્યો છે. જોકે, મંત્રી જી પરિસ્થિતિના નિરિક્ષણ માટે મુલાકાત કરી રહ્યાં છે. પરંતુ તેનાથી મોત પર કોઇ અસર પડી રહી નથી. કેમકે મોતના આંકડા વધતા જઇ રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- 'ડોક્ટરોની સુરક્ષા મહત્વની નથી? મહિલા CMને પોતાના ઈગોને સંતુષ્ટ કરવાનું વધુ યોગ્ય લાગ્યું'


બિહારના લગભગ 5થી 6 જિલ્લામાં મગજના તાવ એટલે કે AES પ્રકોપ વધી રહ્યો છે, જેનાથી સતત બાળકો મોતને ભેટી રહ્યાં છે. અત્યાર સુધીના આકંડા અનુસાર 126 બાળકોના મોત થયા છે, ત્યારે લૂના કહેરથી 13 લોકોનું મોત થયું છે. જોકે, બે અઠવાડીયામાં 239 લોકોના મોત થયા છે.


વધુમાં વાંચો:- લોકસભામાં PM મોદીની બાજુમાં 'આ' નેતાને મળી જગ્યા, પહેલા જ દિવસે રાહુલ ગેરહાજર


રાજ્યની હોસ્પિટલોમાં કેન્દ્રીય મંત્રીથી લઇને રાજ્ય સરકારના મંત્રી સતત પ્રવાસ કરી રહ્યાં છે. દર્દીઓના સ્વાસ્થ્યની જાણકારી લઇ રહ્યાં છે. પરંતુ તેમને હોસ્પિટલોમાં મૂળભૂત ખામીઓ દેખાતી નથી. હોસ્પિટલની મુલાકાત દરમિયાન તેઓ માત્ર સૂચન આપી રહ્યાં છે. પરંતુ મૂળભૂત સમસ્યાઓમાં ખામીને લઇને મંત્રી જી શું પગલા ઉઠાવી રહ્યાં છે. તે કોઇને ખરબ નથી.


વધુમાં વાંચો:- જાદૂગર હાથ-પગ બાંધી કૂદ્યો નદીમાં, કોઇની મદદ વગર બહાર નિકળવાનો હતો, પરંતુ...


દિલ્હી: ટેમ્પો ડ્રાઇવરે પોલીસકર્મીના માથે કર્યો તલવારથી હુમલો, Video થયો વાયરલ


ત્યારે, મુઝફ્ફરપુરના એસકેએમસીએચ હોસ્પિટલમાં મગજના તાવના પીડિત બાળકોથી આખી હોસ્પિટલ ભરેલી પડી છે. આઇસીયૂની હાલત તો એવી છે કે, અહી એક વેન્ટિલેટર પર બે-બે બાળકોની સારવાર ચાલી રહી છે. હોસ્પિટલમાં ચાર આઇસીયૂ વોર્ડ છે. જેને જોવા માટે એક સીનિયર ડોક્ટર અને બાકી જૂનિયર અને ઇન્ટરર્ન ડોક્ટર છે. ત્યારે વોર્ડમાં સાળસંભાળ કરવા માટે નર્સ પણ ઇન્ટરર્ન છે જ્યારે અનુભવી નર્સની ખામી છે.


વધુમાં વાંચો:- બિહાર: 'મગજના તાવ'ના ભરડામાં ભૂલકાઓ, 110 બાળકોના મોત બાદ મોતિહારીમાં 36 નવા કેસ


સલમાન ખાનને જેલ કે બેલ: ખોટું સોગંદનામું આપવા મામલે આજે આવશે નિર્ણય


ત્યારે આ સવાલ પણ ઉઠી રહ્યો છે કે, છેલ્લા પાંચ વર્ષથી રાજ્યમાં મગજના તાવનો પ્રકોપ વધી રહ્યો છે. તો એવામાં સરકાર અત્યાર સુધીમાં આ બિમારોનો ઇલાજ શોધવામાં નિષ્ફળ કેમ છે. અત્યારે પણ સરકાર આ મામલે તપાસ અને બીમારી પર રિસર્સ માટે એક વર્ષનો સમય માગી રહ્યાં છે. સરકાર હેવ કેમ ટાઇમ લાઇન આપી રહી છે. સીએમ નીતીશ કુમારે જ કહ્યું કે, ઘણા વર્ષોથી આ બિમારી ચાલી રહી છે. ગત વર્ષે મોતના આંકડામાં ઘટાડો થયો હતો પરંતુ આ વખતે આ આંકડા વધી ગયા છે જે ચિંતાજનક છે. તમને જણાવી દઇએ કે વર્ષ 2014માં મગજના તાવથી 355 લોકોના મોત થયા હતા.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...