નવી દિલ્હીઃ દામિની ફિલ્મનો પ્રખ્યાત ડાયલોગ 'તારીખ પે તારીખ' આજકાલ ભારતીય ન્યાયાલયોનું કડવું સત્ય બની ચુક્યું છે. દેશભરમાં આવેલી તમામ હાઈકોર્ટમાં 43.55 લાખ કેસ પડતર છે. સામાન્ય રીતે આ કેસોનો નિકાલ લાવવામાં થઈ રહેલા વિલંબ પાછળ ન્યાયાલયોમાં ન્યાયાધિશોની અછતને કારણ બતાવવામાં આવે છે, પરંતુ ભારત સરકારના કાયદા મંત્રલાયનું કંઈક જુદું જ માનવું છે. કાયદા મંત્રાલયે પડતર કેસોના નિકાલમાં વિલંબ પાછળ 10 જુદા-જુદા કારણ દર્શાવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભામાં સાંસદ અદુર પ્રકાશ દ્વારા પુછવામાં આવેલા લેખિત સવાલના જવાબમાં કાયદા અને ન્યાય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, "દેશમાં 1 જુલાઈ, 2019 સુધી વિવિધ હાઈકોર્ટમાં લગભગ 43.55 લાખ કેસ પડતર છે. આ કેસોના નિકાલમાં મોડું થવા પાછળ માત્ર ન્યાયાધિશોની અછત જ નહીં પરંતુ કેટલાક અન્ય કારણો પણ છે." કાયદા મંત્રીએ પોતાના લેખિત જવામાં જણાવ્યું કે, રાજ્ય અને કેન્દ્રીય કોર્ટોમાં કેસની સંખ્યામાં વધારો અને પ્રથમ અપીલો એક્ઠી થઈ જવાના કારણે ન્યાયાલયોમાં પડતર કેસોની સંખ્યા વધી છે. 


ભારતીય વાયુસેનાની શક્તિમાં થશે વધારોઃ રશિયા પાસેથી 18 સુખોઈ-30 અને મિગ-29 ખરીદાશે


રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, "કેટલીક હાઈકોર્ટમાં સામાન્ય સિવિલ અધિકારીતા ચાલુ રહેવી અને કોર્ટના ચૂકાદાઓ વિરુદ્ધ હાઈકોર્ટમાં કરવામાં આવી રહેલી અપીલને કારણે પણ પડતર કેસની સંખ્યા વધી છે. પુનઃવિચારણા, અપીલોની સંખ્યા અને વારંવાર ચૂકાદો સ્થિગત રાખવાના કારણે પડતર કેસોની સંખ્યા વધી રહી છે. રિટના અધિકારનો અવિવેકપૂર્ણ ઉપયોગ, શોધની અપુરતી વ્યવસ્થા અને સામુહિક કેસની સુનાવણીના કારણે પડતર કેસોની સંખ્યા વધી છે."


રવિશંકર પ્રસાદે લેખિત જવાબમાં બે અન્ય કારણ પણ જણાવ્યા છે. તેમણે કહ્યું કે, કોર્ટોમાં લાંબુ વેકેશન અને ન્યાયાધિશોને વહીવટી કામ સોંપવાના કારણે પણ ચૂકાદાઓમાં વિલંબ થઈ રહ્યો છે. ન્યાયાધિશોના ખાલી પદ અંગે તેમણે જણાવ્યું કે, ભારતીય હાઈકોર્ટોમાં ન્યાયાધિશોની અછત નથી. 1 જુલાઈ, 2019ની સ્થિતિ અનુસાર હાઈકોર્ટોમાં 403 પદ ખાલી છે. 


જૂઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....