દિલ્હી-આગ્રા વચ્ચે ટ્રાયલ દરમિયાન ટ્રેન-18 પર પથ્થર મારો, બારીના કાચ તોડ્યા
દિલ્હીથી આગ્રા માટે 12.15 પર સફરજંગથી રવાના થઇ હતી. 2.18 વાગે આગ્રા કેંટ સ્ટેશન પહોંચી. આ ફાઇનલ ટ્રાયલ જણાવી રહ્યાં છે. સુંધાશુ મણીએ ટ્વિટ કરી કહ્યું, આ સમય ટ્રેન-18 દિલ્હી-આગ્રા રૂટ પર 181 કિલોમીટરની સ્પીડથી દોડી રહી હતી.
નવી દિલ્હી: દેશની સૌથી ઝડપી ટ્રેન-18 પર દિલ્હી આગ્રા રૂટ પર ટ્રાયલ દરમિયાન પથ્થરમારાની ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સો દ્વારા ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો, જેમાં ટ્રેનની બારીના કાચ ટૂટી ગયા છે. ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરીના જીએમ સુંધાશુ મણીએ ટ્વિટ કરી આ જાણકારી આપી છે. ટ્રાયલ દરમિયાન ટ્રેન-18એ 180 કિલોમિટર પ્રકિ કલાકની સ્પિડ હાંસલ કરી.
વધુમાં વાંચો: હેલીકોપ્ટરમાં યાત્રા કરનાર શિવરાજ બેઠા ટ્રેનમાં, સેલ્ફી લેવા ઉમટી મુસાફરોની ભીડ
પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હીથી આગ્રા માટે 12.15 પર સફરજંગથી રવાના થઇ હતી. 2.18 વાગે આગ્રા કેંટ સ્ટેશન પહોંચી. આ ફાઇનલ ટ્રાયલ જણાવી રહ્યાં છે. સુંધાશુ મણીએ ટ્વિટ કરી કહ્યું, આ સમય ટ્રેન-18 દિલ્હી-આગ્રા રૂટ પર 181 કિલોમીટરની સ્પીડથી દોડી રહી હતી. આઇસીએફના ચીફ ડિઝાઇનર એન્જિનિયર શ્રીનિવાસ કેબમાં હાજર હતા. ટ્રેને રેકોર્ડ 181 કિમીની સ્પિડને પાર કરી પરંતુ કેટલાક અજાણ્યા શખ્સો ધ્વારા ટ્રેન પર પથ્થરમારો કર્યો છે. આશા છે કે તેમને જલ્દી પકડી લેવામાં આવશે.
વધુમાં વાંચો: આ પાર્ટીના પ્રમુખે છોડ્યો NDAનો સાથ, યૂપીએમાં થયા સામેલ
29 ડિસેમ્બરથી શરૂ થશે આ ટ્રેન
ન્યૂઝ એજન્સી ભાષા અનુસાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29 ડિસેમ્બરે ગ્રિન સિગ્નલ આપી રવાના કરશે. સંભાવના છે કે તેઓ તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીથી રવાના કરી શકે છે. દેશની પ્રથમ એન્જિન વગરની ટ્રેન શતાબ્દી ટ્રેનોની જગ્યાએ લાગશે અને આ દિલ્હી તેમજ વારણસીની વચ્ચે ચાલશે.
વધુમાં વાંચો: કોલકાતા હાઇકોર્ટની મમતા સરકારને ટકોર, ભાજપની રથયાત્રાને મળી મંજૂરી
ટ્રેન 18નું નિર્માણ આઇસીએફ ચેન્નાઇએ 100 કરોડ રૂપિયાના ખર્ચે બનાવી છે. જે હાલમાં ભારતની સૌથી ઝડપી ટ્રેન બની ગઇ છે. દિલ્હી-રાજધાની માર્ગના એક ખંડ પર પ્રાયોગિત પરીક્ષણ દરમિયાન તેની સ્પિડ 180 કિલોમીટર પ્રતિ કલાકથી વધારે રહી છે. તે દરમિયાન ટ્રેનમાં બે ખાસ બ્બા હશે, જેમાં 52-52 સીટ હશે અને મુખ્ય ડબ્બામાં 78-78 સીટો હશે. પરીક્ષણ દરમિયાન ટ્રેન 18ની સફળતાથી પ્રભાવિત રેલ મંત્રી પીયૂષ ગોયલે હાલમાં જ આઇસીએફથી વર્તમાન નાણાકીય વર્ષમાં આવી વધુ ચાર ટ્રેન બનાવવાનું કહ્યું છે.
વધુમાં વાંચો: બુરાડીકાંડ: એક જ પરિવારનાં 11 લોકોનાં મોત પરથી ઉઠ્યો પડદો, વિસરા રિપોર્ટમાં થયો ખુલાસો
આગામી સેટ ફેબ્રુઆરીમાં થશે તૈયાર
હાલમાં જ જી ડિજીટલને આપેલા એક ઇન્ટરવ્યુ ઇન્ટરેક્ટિવ કોચ ફેક્ટરી, ચેન્નાઇના જનરલ મેનેજર સુધાશું મણીએ જણાવ્યું હતું કે આગામી સેટ ફેબ્રુઆરી સુધીમાં તૈયાર થઇ જશે. મણીનું કહેવું હતું કે, આગામી સેટ પર કામ ડિસેમ્બર 2018ની આસપાસ શરૂ કરવામાં આવશે અને તેને ત્રણ મહિનામાં સમયગાળામાં તૈયાર કરી લેવામાં આવશે. તેનો ખર્ચ પણ આ વખતે ઓછો આવશે. લગભગ 80 કરોડમાં તૈયાર થઇ જશે. તેમણે એ પણ કહ્યું કે, ટી-18 ટ્રેનના કુલ 6 સેટ તૈયાર કરવામાં આવશે.