કાળઝાળ ગરમી સરકારને આભારી! 2870 ચો કિમી. ટ્રી કવર ઘટ્યું, છેલ્લા 3 વર્ષમાં આટલા વૃક્ષો કપાયા
Tree Cutting In Gujarat: ગુજરાતમાં ગરમી કેમ વધી? તો તેની પાછળ આપણે લોકો જ જવાબદાર છીએ કેમ કે ગુજરાતમાં ટ્રી કવરમાં છેલ્લાં 8 વર્ષમાં 2870 ચો. કિમીનો ઘટાડો થયો છે. 2013ના રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં 8358 ચો. કિમી ટ્રી કવર હતું. પરંતુ 2021ના રિપોર્ટ પ્રમાણે ટ્રી કવર 5489 ચો. કિમી રહી ગયું છે.
Heatwave in India: દેશના અનેક ભાગમાં સતત આઠમા દિવસે પણ કાળઝાળ ગરમીનો કહેર યથાવત રહ્યો. જેમાં રાજસ્થાનના ફલોદીમાં ગરમીનો પારો અડધી સદી સુધી પહોંચી ગયો. જે આ વર્ષે દેશનું અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન છે. સત્તાવાર આંકડાથી સામે આવ્યું કે દેશના 6 રાજ્યમાં 23થી વધારે જગ્યાએ પર શુક્રવારે ગરમીનો પારો 45 ડિગ્રી કે તેનાથી વધારે પહોંચી ગયો. ત્યારે કયા રાજ્યમાં ગરમીની કેવી છે સ્થિતિ?. ગરમીમાં રાહત મેળવવા લોકો શું કરી રહ્યા છે? જોઈશું આ અહેવાલમાં....
હજુ તો મે મહિનામાં ગરમીની આ સ્થિતિ છે. તો જૂન મહિનામાં શું હાલત થશે? કેમ કે મે મહિનામાં આકાશમાંથી વરસી રહેલી અગનજ્વાળાથી મોટાભાગના રાજ્યના લોકો પરેશાન થઈ ગયા છે.
Stocks to BUY: 30 દિવસમાં બની શકો છો અમીર, આ 2 Stocks કરી લો BUY, જાણો ટાર્ગેટ ડીટેલ
Stocks To BUY: આ ચોમાસામાં ખીલી ઉઠશે આ 5 Stocks, થશે રૂપિયાનો વરસાદ, ખરીદી લો
દેશમાં ગરમીના કારણે કેવી સ્થિતિ છે તે પણ બતાવીશું પરંતુ તે પહેલાં કયા રાજ્યમાં કેટલું તાપમાન નોંધાયું... તેના પર નજર કરીએ તો...
રાજસ્થાનના ફલોદીમાં 49 ડિગ્રી ગરમી
રાજસ્થાનના જેસલમેરમાં 48.3 ડિગ્રી ગરમી
રાજસ્થાનના બાડમેરમાં 48.3 ડિગ્રી ગરમી
મહારાષ્ટ્રના અકોલામાં 45.8 ડિગ્રી ગરમી
મહારાષ્ટ્રના જલગાંવમાં 45.4 ડિગ્રી ગરમી
ગુજરાતના અમદાવાદમાં 45.5 ડિગ્રી ગરમી
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં 45.5 ડિગ્રી ગરમી
દિલ્લીમાં 41.7 ડિગ્રી ગરમી નોંધાઈ
Post Office ની આ ધાંસૂ સ્કીમ...ફક્ત 2 વર્ષમાં મળશે 2.32 લાખ રૂપિયા, જાણો ડિટેલ્સ
શું તમને પણ મળી છે Income Tax માંથી Notice? ક્યાંક ફેક તો નથી.. આ રીત કરો તપાસ
આંકડા પરથી સમજી શકાય છે કે દેશના મોટાભાગના રાજ્યો અગનભઠ્ઠીમાં ફેરવાઈ ગયા છે. આ વર્ષે રણવિસ્તાર રાજસ્થાનની સ્થિતિ સૌથી કપરી બની ગઈ છે. કેમ કે અહીંયા ગરમીનો પારો સતત વધી રહ્યો છે. લોકો ગરમીથી બચવા માટે મોં પર કપડું બાંધીને કે છત્રીનો સહારો લઈ રહ્યા છે. તો કેટલાંક લોકો શેરડીનો રસ પીને ગરમીમાં રાહત મેળવતાં જોવા મળ્યા હતા. દેશમાં સૌથી કપરી સ્થિતિ રાજસ્થાનના બાડમેરની છે. કેમ કે અહીંયા ગરમીનો પારો 48 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. રસ્તા પર લોકોની અવર-જવર પણ ખૂબ ઓછી થઈ ગઈ છે. રસ્તા પર ગણ્યાગાંઠ્યા લોકો પસાર થતાં કેમેરામાં કેદ થયા. સ્થાનિક પ્રશાસન દ્વારા રસ્તા પર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો. જેથી વાહનચાલકોને ગરમીમાં આંશિક રાહત મળે.
ગુજરાતના અમદાવાદ શહેરમાં અહીંયા સવારે તો વાહનોની અવરજવર જોવા મળે છે પરંતુ બપોર થતાં આ રસ્તાઓ પર લોકો નીકળવાનું પસંદ કરતા નથી. કેમ કે અમદાવાદમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. પરંતુ રોજનું કમાઈને રોજ ખાતા લોકોને બહાર નીકળવા સિવાય છૂટકો હોતો નથી. ગુજરાતમાં ગરમી કેમ વધી? તો તેની પાછળ આપણે લોકો જ જવાબદાર છીએ કેમ કે ગુજરાતમાં ટ્રી કવરમાં છેલ્લાં 8 વર્ષમાં 2870 ચો. કિમીનો ઘટાડો થયો છે.
JEE Advanced Exam ની પરીક્ષા આજે, સેન્ટર પર જતાં પહેલાં જાણી લો આ 15 નિયમો
IPL Final: દેશના સૌથી મોટા Satta Bazar Falodi ની ભવિષ્યવાણી, આ ટીમ બનશે ચેમ્પિયન
2013ના રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં 8358 ચો. કિમી ટ્રી કવર હતું. પરંતુ 2021ના રિપોર્ટ પ્રમાણે ટ્રી કવર 5489 ચો. કિમી રહી ગયું છે. રાજ્ય સરકારે જંગલોમાંથી માત્ર 3 વર્ષમાં 84 હજારથી વધુ વૃક્ષો કાપી નાંખ્યા છે. જેનાથી સરકારને 39.77 કરોડની આવક થઈ છે પરંતુ રાજ્યના લોકોને કાળઝાળ ગરમીનો સામનો કરવાની નોબત આવી છે.
Love Story: શું છે Kavya Maran નું રિલેશનશિપ સ્ટેટસ? પંત-અભિષેક સાથે રહ્યા છે રિલેશન
પિતાના મિત્રની છોકરી પર ફીદા થયો હતો આ Indian Cricketer, લગ્ન માટે મૂકી હતી શરત
ઉત્તર પ્રદેશમાં પણ ગરમીનો પારો હાઈ થઈ ગયો છે જેના કારણે અલીગઢમાં લોકો ગરમીમાંથી છૂટકારો મેળવવા માટે વોટર પાર્કની મજા માણતા જોવા મળ્યા. દેશમાં સૌથી દારૂણ પરિસ્થિતિ પૃથ્વી પરના સ્વર્ગ સમાન જમ્મુ કાશ્મીરના ઉધમપુરની છે. કેમ કે ગરમીનો પારો હાઈ જતાં અહીંયા પાણીનું સૌથી મોટું સંકટ સર્જાયું છે. લોકોને પીવાના પાણી માટે પહાડો પરથી જમા થતું પાણી પી રહ્યાં છે.